Jamnagarમાં ઠેબા ગામ પાસે મોડી રાત્રે અકસ્માતમાં યુવાનનું મોત, 3ને ગંભીર ઇજા
જામનગરના ઠેબા ગામ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ઠેબા ગામ પાસેથી પસાર થતી કાર પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું અને ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી. સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને અકસ્માતની જાણ કરી. કાર ચાલકે કાબુ ગૂમાવતા સર્જાયો અકસ્માતમળતી માહિતી મુજબ જામનગરના નુરી પાર્કના રહેવાસી 4 યુવાનો કાર લઈને ફરવા નીકળ્યા હતા. ઠેબા ગામ પાસેથી પસાર થતા કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ. યુવાનોની વેન્ટો કાર અચાનક પલ્ટી ખાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાતા તમામને ગંભીર ઇજા થઈ. અકસ્માતમાં એક યુવાનનું મોત અને ત્રણ ઈજાગ્રસ્ત થયા. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સામે આવેલ માહિતી મુજબ ત્રણ ઈજાગ્રસ્ત યુવાનો પૈકી એકની હાલત વધુ ગંભીર છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી. 18 વર્ષીય યુવાનનું મોતઅકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર 18 વર્ષીય યુવાનનું નામ અયાન રફીકભાઈ ખફી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત યુવાનો પૈકી આઈમાન ઝામી નામના યુવાનની હાલત વધુ ગંભીર હોવાથી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત થઈ ગઈ છે. અગાઉ પણ જામનગરના ઠેબા ચોકડી પાસે ગોઝારો અકસ્માત બનવા પામ્યો હતો .આ અકસ્માત એટલો ભયંકર હતો કે દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને છક્ડો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટના વધવા પાછળનું કારણ કાર ચાલકની બેદરકારી અને મોડી રાત્રે નશો કરીને વાહન હંકારવાના કારણે ગોઝારી ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરના ઠેબા ગામ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ઠેબા ગામ પાસેથી પસાર થતી કાર પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું અને ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી. સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને અકસ્માતની જાણ કરી.
કાર ચાલકે કાબુ ગૂમાવતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ જામનગરના નુરી પાર્કના રહેવાસી 4 યુવાનો કાર લઈને ફરવા નીકળ્યા હતા. ઠેબા ગામ પાસેથી પસાર થતા કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ. યુવાનોની વેન્ટો કાર અચાનક પલ્ટી ખાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાતા તમામને ગંભીર ઇજા થઈ. અકસ્માતમાં એક યુવાનનું મોત અને ત્રણ ઈજાગ્રસ્ત થયા. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સામે આવેલ માહિતી મુજબ ત્રણ ઈજાગ્રસ્ત યુવાનો પૈકી એકની હાલત વધુ ગંભીર છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.
18 વર્ષીય યુવાનનું મોત
અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર 18 વર્ષીય યુવાનનું નામ અયાન રફીકભાઈ ખફી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત યુવાનો પૈકી આઈમાન ઝામી નામના યુવાનની હાલત વધુ ગંભીર હોવાથી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત થઈ ગઈ છે. અગાઉ પણ જામનગરના ઠેબા ચોકડી પાસે ગોઝારો અકસ્માત બનવા પામ્યો હતો .આ અકસ્માત એટલો ભયંકર હતો કે દંપતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને છક્ડો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટના વધવા પાછળનું કારણ કાર ચાલકની બેદરકારી અને મોડી રાત્રે નશો કરીને વાહન હંકારવાના કારણે ગોઝારી ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે.