Jamnagar: જોડિયા પંથકમાં મીની વાવાઝોડાનો કહેર, હડીયાણા ગામે પપૈયાનો પાક જમીનદોસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ગતરોજ ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ખેતીપાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને જોરદાર પવનને કારણે જોડિયા તાલુકાના હડીયાણા ગામના ખેડૂતોના તૈયાર થયેલા પાકનો વિનાશ થયો છે.
પપૈયાના બગીચાને મોટો ફટકો
હડીયાણા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂતે પોતાના ત્રણ વીઘાના ખેતરમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. પપૈયાનો પાક હવે ઉતારવા જેવો તૈયાર થયો હતો, ત્યારે જ ત્રાટકેલા મીની વાવાઝોડાએ પાયમાલી સર્જી છે. અતિ ભારે પવનના કારણે પપૈયાના છોડ પરથી ફળો ખરી પડ્યા હતા અને અનેક છોડ મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. ખેડૂતની વર્ષભરની મહેનત અને હજારો રૂપિયાનો ખર્ચ સેકન્ડોમાં એળે ગયો છે.
સરકાર પાસે સહાયની આશા
વાવાઝોડાને કારણે થયેલા આ વ્યાપક નુકસાનથી ખેડૂત પરિવાર આર્થિક સંકટમાં મુકાયો છે. હાલમાં જગતનો તાત લાચાર બનીને સરકાર સામે મીટ માંડીને બેઠો છે. હડીયાણા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ માગ કરી છે કે, તંત્ર દ્વારા સત્વરે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ ફરી બેઠા થઈ શકે.
આ પણ વાંચો: Surat: ભારે પવનથી ડુમસ રોડ પર પાર્ટી પ્લોટનો વિશાળ ગેટ પત્તાની જેમ તૂટી પડ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

