Jam Khambhaliya: ધસમસતા પાણીમાં ફસાઈ કાર, સ્થાનિકોએ ટ્રેક્ટર વડે કર્યુ રેસ્ક્યૂ

કેનેડી પુલ પાસે ઘી નદીમાં પ્રવાહમાં કાર ફસાઈસ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા કાર ડાયવર્ઝનમાંથી જોખમી રીતે પસાર થઇ હતી જામ ખંભાળિયામાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. જામ ખંભાળિયામાં કેનેડી પુલ પાસેની‌ ઘી નદીના પાણીમાં પ્રવાહ વચ્ચે કાર ફસાઈ ગઈ હતી. ત્યારે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કાર ફસાતાં સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર વડે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. કાર ડાયવર્ઝનમાંથી જોખમી રીતે પસાર થઈ હતી પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને કારમાં સવાર લોકોને બચાવ્યા હતા. કાર ડાયવર્ઝનમાંથી જોખમી રીતે પસાર કરતી વખતે નદીના કાદવ કીચડમાં ફસાઈ ગઈ હતી, જો કે સદનસીબે કારમાં સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના કાર ચાલકે જોખમી રીતે પસાર કરતા બની હતી. જૂનાગઢનું નરસિંહ તળાવ ઓવરફલો થતા એક ગાડી પાણીમાં ફસાઈ 20 જુલાઈએ જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા નરસિંહ તળાવ ઓવરફલો થયું હતુ, જેના કારણે ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા અને અંડરબ્રિજમાં પાણી ભરાતા ગાડી પાણીના પ્રવાહમાં ફસાઈ હતી તો કાર ચાલક કાર મૂકીને બહાર નીકળી ગયો હતો. વલસાડમાં પણ વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી વલસાડમાં વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી, જેને ટ્રેક્ટર વડે બાંધીને બહાર કાઢવામાં આવી હતી. વલસાડમાં અટકપારડીમાં નદીના પાણી ફરી વળ્યા હતા અને જેમાં મુખ્યમાર્ગ પર પાણી ફરી વળતા કાર ફસાઈ ગઈ હતી, ત્યારે સ્થાનિકો દ્વારા કાર ચાલકનું રેસ્ક્યું કરાયું હતુ અને ચાલકના રેસ્ક્યું બાદ કારને ટ્રેક્ટર વડે બાંધી બહાર કાઢવામાં આવી હતી. નદીના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા બોલેરો કાર ફસાઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ચાલકના રેસ્ક્યુ બાદ કારને ટ્રેકટર વડે બાંધી બહાર કાઢવામાં આવી, ત્યારે કાર ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.

Jam Khambhaliya: ધસમસતા પાણીમાં ફસાઈ કાર, સ્થાનિકોએ ટ્રેક્ટર વડે કર્યુ રેસ્ક્યૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેનેડી પુલ પાસે ઘી નદીમાં પ્રવાહમાં કાર ફસાઈ
  • સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા
  • કાર ડાયવર્ઝનમાંથી જોખમી રીતે પસાર થઇ હતી

જામ ખંભાળિયામાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. જામ ખંભાળિયામાં કેનેડી પુલ પાસેની‌ ઘી નદીના પાણીમાં પ્રવાહ વચ્ચે કાર ફસાઈ ગઈ હતી. ત્યારે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કાર ફસાતાં સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર વડે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.

કાર ડાયવર્ઝનમાંથી જોખમી રીતે પસાર થઈ હતી

પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને કારમાં સવાર લોકોને બચાવ્યા હતા. કાર ડાયવર્ઝનમાંથી જોખમી રીતે પસાર કરતી વખતે નદીના કાદવ કીચડમાં ફસાઈ ગઈ હતી, જો કે સદનસીબે કારમાં સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના કાર ચાલકે જોખમી રીતે પસાર કરતા બની હતી.

જૂનાગઢનું નરસિંહ તળાવ ઓવરફલો થતા એક ગાડી પાણીમાં ફસાઈ

20 જુલાઈએ જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા નરસિંહ તળાવ ઓવરફલો થયું હતુ, જેના કારણે ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા અને અંડરબ્રિજમાં પાણી ભરાતા ગાડી પાણીના પ્રવાહમાં ફસાઈ હતી તો કાર ચાલક કાર મૂકીને બહાર નીકળી ગયો હતો.

વલસાડમાં પણ વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી

વલસાડમાં વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી, જેને ટ્રેક્ટર વડે બાંધીને બહાર કાઢવામાં આવી હતી. વલસાડમાં અટકપારડીમાં નદીના પાણી ફરી વળ્યા હતા અને જેમાં મુખ્યમાર્ગ પર પાણી ફરી વળતા કાર ફસાઈ ગઈ હતી, ત્યારે સ્થાનિકો દ્વારા કાર ચાલકનું રેસ્ક્યું કરાયું હતુ અને ચાલકના રેસ્ક્યું બાદ કારને ટ્રેક્ટર વડે બાંધી બહાર કાઢવામાં આવી હતી. નદીના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા બોલેરો કાર ફસાઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ચાલકના રેસ્ક્યુ બાદ કારને ટ્રેકટર વડે બાંધી બહાર કાઢવામાં આવી, ત્યારે કાર ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.