ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર, આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ કેસ

Heart Attack Case in Gujarat : ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો યથાવત્‌ છે. છેલ્લા 8 મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ પ્રતિ દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 46868 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વઘુનો વધારો થયો છે. ઈમરજન્સી સેવા ‘108’  પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના 7541 કેસ નોંધાયેલા છે. આ વર્ષે એક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 243 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર બની છે. આ વર્ષે એક જ મહિનામાં 7 હજારથી વઘુ કેસ નોંધાયા હોય તેવું માર્ચ, મે અને જુલાઇમાં બન્યું છે.આ વર્ષે પ્રથમ 8 મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ 16200 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે 67 વ્યક્તિને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4491 સાથે બીજા, રાજકોટ 3578 સાથે ત્રીજા, વડોદરા 2797 સાથે ચોથા ભાવનગર 2754 સાથે પાંચમાં, જામનગર 2040 સાથે છઠ્ઠા જ્યારે જુનાગઢ 2006 સાથે સાતમાં સ્થાને છે. સૌથી ઓછા 435 કેસ પાટણમાં નોંધાયા છે. બીજી તરફ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે 2.41 લાખ આઉટડોર જ્યારે 32960 ઈન્ડોર દર્દી નોંધાયા છે. આ વર્ષે 317 દર્દીમાં બલૂન, 1038માં ડિવાઇસ, 860માં પેસમેકર, 5189માં પ્લાસ્ટિ-સ્ટેન્ટ મુકવામાં આવેલા છે. કયા જિલ્લામાંથી હૃદયની ઈમરજન્સીના સૌથી વઘુ કેસજિલ્લોકેસઅમદાવાદ16200સુરત4491રાજકોટ3578વડોદરા2797ભાવનગર2754ગુજરાતમાં છેલ્લા 8 મહિનામાં હૃદયની સમસ્યાના ઈમરજન્સી કેસમહિનોગુજરાતઅમદાવાદજાન્યુઆરી67191938ફેબ્રુઆરી66561950માર્ચ70292050એપ્રિલ59071705મે71752149જૂન65611992જુલાઇ71332124ઓગસ્ટ75412294કુલ54,72116,200(* 108 પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર.) 

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર, આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Heart Attack Case in Gujarat : ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો યથાવત્‌ છે. છેલ્લા 8 મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ પ્રતિ દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 46868 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વઘુનો વધારો થયો છે. 

ઈમરજન્સી સેવા ‘108’  પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના 7541 કેસ નોંધાયેલા છે. આ વર્ષે એક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 243 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર બની છે. આ વર્ષે એક જ મહિનામાં 7 હજારથી વઘુ કેસ નોંધાયા હોય તેવું માર્ચ, મે અને જુલાઇમાં બન્યું છે.

આ વર્ષે પ્રથમ 8 મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ 16200 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે 67 વ્યક્તિને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4491 સાથે બીજા, રાજકોટ 3578 સાથે ત્રીજા, વડોદરા 2797 સાથે ચોથા ભાવનગર 2754 સાથે પાંચમાં, જામનગર 2040 સાથે છઠ્ઠા જ્યારે જુનાગઢ 2006 સાથે સાતમાં સ્થાને છે. સૌથી ઓછા 435 કેસ પાટણમાં નોંધાયા છે. 

બીજી તરફ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે 2.41 લાખ આઉટડોર જ્યારે 32960 ઈન્ડોર દર્દી નોંધાયા છે. આ વર્ષે 317 દર્દીમાં બલૂન, 1038માં ડિવાઇસ, 860માં પેસમેકર, 5189માં પ્લાસ્ટિ-સ્ટેન્ટ મુકવામાં આવેલા છે. 

કયા જિલ્લામાંથી હૃદયની ઈમરજન્સીના સૌથી વઘુ કેસ

જિલ્લો
કેસ
અમદાવાદ
16200
સુરત
4491
રાજકોટ
3578
વડોદરા
2797
ભાવનગર
2754

ગુજરાતમાં છેલ્લા 8 મહિનામાં હૃદયની સમસ્યાના ઈમરજન્સી કેસ

મહિનો
ગુજરાત
અમદાવાદ
જાન્યુઆરી
6719
1938
ફેબ્રુઆરી
6656
1950
માર્ચ
7029
2050
એપ્રિલ
5907
1705
મે
7175
2149
જૂન
6561
1992
જુલાઇ
7133
2124
ઓગસ્ટ
7541
2294
કુલ
54,721
16,200

(* 108 પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર.)