Jam Jodhpur: ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની ભરપુર આવક,ઉમિયાસાગર ડેમના 14 દરવાજા ખોલાયા

ઉમિયાસાગર ડેમના 14 દરવાજા 2.1 મીટર ખોલાયાફુલઝર ડેમના 8 દરવાજા 2 ફુટ ખોલવામાં આવ્યા ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક જામજોધપુર ગ્રામ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે અને ઉમિયાસાગર ડેમના 14 દરવાજા 2.1 મીટર ખોલવામાં આવ્યા છે, ત્યારે ફુલઝર ડેમના 8 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની મોટી આવક થઈ છે. કોટડા બાવીસી પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું ત્યારે જામજોધપુરના વનાણા ગામે આવેલો ડેમ પણ ઓવરફ્લો થયો છે અને કોટડા બાવીસી પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કડબાલ પાસેથી પસાર થતી નદીમાં પુર આવ્યા છે અને પુરના પાણી આસપાસના ગામડામાં ઘુસી ગયા છે, ગામમાં વરસાદી પાણી ઘુસ્તા જ ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરતના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે, જેના કારણે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની કુલ જળ સપાટી 115 મીટર છે તો હાલ ડેમ 113 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે. ડેમના 6 દરવાજા ખોલી 6132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ડેમની નજીક 27 જેટલા ગામ આવેલા છે, આ તમામ ગામોના સ્થાનિકોને એલર્ટ કરવામાં આવ્યા છે, તેમજ ડેમ વિસ્તાર તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ ડેમ તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે, તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે. તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા ભારે વરસાદને પગલે રાજ્યના તમામ સહિત જૂનાગઢના પણ તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા છે. બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા, ભાખરવડ, મધરડી, શેરડી, મધુવંતી, ધ્રાફડ અને વ્રજમી સહિત 14 ઓવરફલો થયા છે.

Jam Jodhpur: ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની ભરપુર આવક,ઉમિયાસાગર ડેમના 14 દરવાજા ખોલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમિયાસાગર ડેમના 14 દરવાજા 2.1 મીટર ખોલાયા
  • ફુલઝર ડેમના 8 દરવાજા 2 ફુટ ખોલવામાં આવ્યા
  • ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક

જામજોધપુર ગ્રામ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે અને ઉમિયાસાગર ડેમના 14 દરવાજા 2.1 મીટર ખોલવામાં આવ્યા છે, ત્યારે ફુલઝર ડેમના 8 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની મોટી આવક થઈ છે.

કોટડા બાવીસી પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું

ત્યારે જામજોધપુરના વનાણા ગામે આવેલો ડેમ પણ ઓવરફ્લો થયો છે અને કોટડા બાવીસી પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કડબાલ પાસેથી પસાર થતી નદીમાં પુર આવ્યા છે અને પુરના પાણી આસપાસના ગામડામાં ઘુસી ગયા છે, ગામમાં વરસાદી પાણી ઘુસ્તા જ ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

સુરતના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે, જેના કારણે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની કુલ જળ સપાટી 115 મીટર છે તો હાલ ડેમ 113 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે. ડેમના 6 દરવાજા ખોલી 6132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ડેમની નજીક 27 જેટલા ગામ આવેલા છે, આ તમામ ગામોના સ્થાનિકોને એલર્ટ કરવામાં આવ્યા છે, તેમજ ડેમ વિસ્તાર તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ ડેમ તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે, તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે.

તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા

ભારે વરસાદને પગલે રાજ્યના તમામ સહિત જૂનાગઢના પણ તમામ ડેમોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને ડેમ ઓવરફલો થયા છે. બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વંથલી, ઓઝત શાપુર, સાબલી, આંબાજળ, ઓઝત વિયર આણંદપૂર, ઉબેણ વિયર કેરાળા, ભાખરવડ, મધરડી, શેરડી, મધુવંતી, ધ્રાફડ અને વ્રજમી સહિત 14 ઓવરફલો થયા છે.