IndiGo Flight Emergency Landing: પટનાથી ટેકઓફ થયુ પ્લેન ને થોડીવારમાં જ...ઇમરજન્સી લેન્ડિંગ

Jul 9, 2025 - 11:30
IndiGo Flight Emergency Landing: પટનાથી ટેકઓફ થયુ પ્લેન ને થોડીવારમાં જ...ઇમરજન્સી લેન્ડિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પટનાથી દિલ્હી આવતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 169 યાત્રીઓ હતા. જો કે તમામ સુરક્ષિત છે. પટના ખાતે ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડ કરવામાં આવી છે. 

175 મુસાફરો હતા 

આજે સવારે બિહારની રાજધાની પટનામાં એક પક્ષી અથડાયા બાદ ઇન્ડિગો એરલાઇન્સની પટના-દિલ્હી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટનાથી નવી દિલ્હી જઈ રહેલું ઇન્ડિગોનું વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ બિહારની રાજધાની પરત ફર્યું હતું. પક્ષી અથડાયા બાદ વિમાનને પટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અહેવાલ મુજબ, આ વિમાનમાં 175 મુસાફરો સવાર હતા.

સુરક્ષિત રીતે કરાયુ લેન્ડિંગ

એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના પછી વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પક્ષી અથડાવાના કારણે ટેકનિકલ સમસ્યાઓ આવી છે. પરિણામે વિમાનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

ફ્લાઇટ કરાઇ રદ 

એક અધિકારીએ જણાવ્યું હતું કs 175 મુસાફરો સાથે પટનાથી દિલ્હી જઈ રહેલા ઈન્ડિગોના વિમાન સાથે એક પક્ષી અથડાયું હતું, ત્યારબાદ એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતાં વિમાન પટના પરત ફર્યું હતું. મળતી માહિતી મુજબ, વિમાનના સમારકામને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી જતી નિર્ધારિત ઉડાન રદ કરવામાં આવી છે.

મંગળવારે પણ બની હતી ઘટના 

આ પહેલા  મંગળવારે પણ  ઈન્ડિગોની ફ્લાઈટ 6E 7295માં ઈન્દોરથી રાયપુર જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને તાત્કાલિક લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાન સવારે 6.35  વાગ્યે ઉપડવાનું હતું. પરંતુ તે સવારે 6.28 વાગ્યે નિયત સમય કરતાં થોડું વહેલું ઉડાન ભર્યું હતું અને સવારે 8.30  વાગ્યે રાયપુર પહોંચવાનું હતું.

જોકે, ફ્લાઈટ રાડર 24 અનુસાર, તેને ઈન્દોર વાળવામાં આવ્યું હતું. ટેકઓફ કર્યાના થોડા સમય પછી પાઈલટે ટેકનિકલ ખામી શોધી કાઢી. આ પછી તેણે વિમાનને પાછું ફેરવવાનો નિર્ણય લીધો. ઈન્દોર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને લેન્ડિંગ કરવાની મંજૂરી આપી, જેના કારણે ફ્લાઇટ કોઈપણ અકસ્માત વિના સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ.

એરપોર્ટ અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું કે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ 6E-7295 ના પાયલટને ટેકનિકલ ખામીનો ખ્યાલ આવ્યો જ્યારે વિમાન ઈન્દોરથી ઉડાન ભર્યા પછી આકાશમાં લગભગ 60 નોટિકલ માઈલ ઉડાન ભરી ચૂક્યું હતું. તેમણે કહ્યું કે મંગળવારે સવારે 06:35 વાગ્યે સ્થાનિક એરપોર્ટથી વિમાને ઉડાન ભરી હતી. વિમાનના પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી અને ટેકનિકલ કારણોસર વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું. વિમાનની ટેકનિકલ ખામીની વિગતો આપ્યા વિના, અધિકારીએ દાવો કર્યો કે વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું નથી. તેમણે કહ્યું કે વિમાનમાં 51 મુસાફરો સવાર હતા.



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0