Indian Railway: આબુ રોડ જતી આ ટ્રેનો થશે પ્રભાવિત, જાણો કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ સેક્સન વચ્ચે બ્રિજ નંબર 797 કિમી 601/8-9 પર આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
- 17 ડિસેમ્બર, 2024ના રોજ, જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આબુ રોડ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 18 ડિસેમ્બર 2024ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડથી શોર્ટ ઓરિજીનેટ થશે અને સાબરમતી-આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
રીશેડ્યુલ (લેટ) ટ્રેન
- 16મી ડિસેમ્બર 2024ના રોજ શ્રીગંગાનગરથી ચાલતી ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ શ્રીગંગાનગરથી 4.00 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
- 17 ડિસેમ્બર 2024ના રોજ લાલગઢથી ચાલતી ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
- 17મી ડિસેમ્બર 2024ના રોજ ભગત કી કોઠીથી ચાલતી ટ્રેન નંબર 11089 ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ ભગત કી કોઠીથી 03.30 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
રેગ્યુલેટ (લેટ) ટ્રેન
- 17 ડિસેમ્બર, 2024 ના રોજ, સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસને માવલ સ્ટેશન પર 12 મિનિટ રેગ્યુલેટ થશે.
- ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
- 31મી ડિસેમ્બરથી રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક કાયમી ધોરણે બંધ રહેશે
અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક (કિમી.776/4-5) ની જગ્યાએ રોડ અંડર બ્રિજ (આરયુબી) નિર્માણ થઇ ગયું છે. તદનુસાર 31 ડિસેમ્બર, 2024 થી આ રેલ્વે ફાટક રોડ ટ્રાફિક માટે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
What's Your Reaction?






