Ind Vs Eng: અમદાવાદમાં મેચને લઈને ફેન્સમાં ટિકિટ માટે જોવા મળ્યો ક્રેઝ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાંબા સમય બાદ વન ડે ઈન્ટરનેશનલ મેચ યોજાશે. 12મી ફેબ્રઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે વન ડે ઈનટરનેશનલ રમાશે. ઓનલાઈન અને ઓફલાઈન મળશે ટિકિટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 12 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એક દિવસીય ક્રિકેટ મેચની ટિકિટ માટે રમતપ્રેમીઓમાં સ્પર્ધા ચાલી રહી છે. આ એક દિવસીય મેચની ટિકિટનું વેચાણ ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટનું થઈ રહ્યું છે. મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટનું વેચાણ 500 રૂપિયાથી લઈને 12,500 રૂપિયા સુધી થઈ રહ્યું છે, આ સિવાય 1500 રૂપિયા અને તેથી વધુની કિંમતે ઓફલાઈન ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે. જેકબ બેથેલના સ્થાને બેન્ટનને ટીમમાં મળ્યું સ્થાન હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી મેચ કટકના મેદાન પર રમાઈ રહી છે. મેચ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડે ત્રીજી વનડે માટે ટીમમાં હાર્ડ હિટિંગ બેટ્સમેન ટોમ બેન્ટનનો સમાવેશ કર્યો છે. જેકબ બેથેલના સ્થાને બેન્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બેથેલ હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તેથી તે બીજી વનડેમાં ટીમનો ભાગ નથી. ટોમ બેન્ટનની થઈ એન્ટ્રી ત્રીજી વનડે મેચ પહેલા ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ટોમ બેન્ટનને ફિટ ન હોવાને કારણે જેકબ બેથેલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બેન્ટન લાંબા સમય પછી ઈંગ્લેન્ડની ODI ટીમમાં પાછો ફર્યો છે. તેને પોતાની છેલ્લી વનડે વર્ષ 2020 માં રમી હતી. આયર્લેન્ડ સામે રમાયેલી આ મેચમાં, બેન્ટને 51 બોલમાં 58 રનની શાનદાર ઈનિંગ રમી. બેન્ટન તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ત્યારથી તે ટીમની બહાર છે. બેન્ટને અત્યાર સુધીમાં ઈંગ્લિશ ટીમ માટે કુલ 6 ODI મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટથી 26 ની સામાન્ય એવરેજથી 134 રન બનાવ્યા છે. બેન્ટને તેના વનડે કરિયરમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી છે.

Ind Vs Eng: અમદાવાદમાં મેચને લઈને ફેન્સમાં ટિકિટ માટે જોવા મળ્યો ક્રેઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાંબા સમય બાદ વન ડે ઈન્ટરનેશનલ મેચ યોજાશે. 12મી ફેબ્રઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે વન ડે ઈનટરનેશનલ રમાશે.

ઓનલાઈન અને ઓફલાઈન મળશે ટિકિટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 12 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી એક દિવસીય ક્રિકેટ મેચની ટિકિટ માટે રમતપ્રેમીઓમાં સ્પર્ધા ચાલી રહી છે. આ એક દિવસીય મેચની ટિકિટનું વેચાણ ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટનું થઈ રહ્યું છે.

મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટનું વેચાણ 500 રૂપિયાથી લઈને 12,500 રૂપિયા સુધી થઈ રહ્યું છે, આ સિવાય 1500 રૂપિયા અને તેથી વધુની કિંમતે ઓફલાઈન ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે.

જેકબ બેથેલના સ્થાને બેન્ટનને ટીમમાં મળ્યું સ્થાન

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી મેચ કટકના મેદાન પર રમાઈ રહી છે. મેચ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડે ત્રીજી વનડે માટે ટીમમાં હાર્ડ હિટિંગ બેટ્સમેન ટોમ બેન્ટનનો સમાવેશ કર્યો છે. જેકબ બેથેલના સ્થાને બેન્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બેથેલ હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તેથી તે બીજી વનડેમાં ટીમનો ભાગ નથી.


ટોમ બેન્ટનની થઈ એન્ટ્રી

ત્રીજી વનડે મેચ પહેલા ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ટોમ બેન્ટનને ફિટ ન હોવાને કારણે જેકબ બેથેલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બેન્ટન લાંબા સમય પછી ઈંગ્લેન્ડની ODI ટીમમાં પાછો ફર્યો છે. તેને પોતાની છેલ્લી વનડે વર્ષ 2020 માં રમી હતી. આયર્લેન્ડ સામે રમાયેલી આ મેચમાં, બેન્ટને 51 બોલમાં 58 રનની શાનદાર ઈનિંગ રમી. બેન્ટન તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.

ત્યારથી તે ટીમની બહાર છે. બેન્ટને અત્યાર સુધીમાં ઈંગ્લિશ ટીમ માટે કુલ 6 ODI મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટથી 26 ની સામાન્ય એવરેજથી 134 રન બનાવ્યા છે. બેન્ટને તેના વનડે કરિયરમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી છે.