HMPV Virus: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ, ગોતામાં 4 વર્ષનું બાળક પોઝિટિવ

Jan 30, 2025 - 18:00
HMPV Virus: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ, ગોતામાં 4 વર્ષનું બાળક પોઝિટિવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV)નો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ગોતા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકમાં HMPVના લક્ષણો જણાતા તેને સારવાર અર્થે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને છેલ્લા એક મહિનાથી શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાતા હતા. હાલ બાળક શહેરની SGVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં ચીની વાઈરસના અત્યાર સુધીમાં 7 કેસ નોંધાઈ ચૂક્યા છે.

અગાઉ 24 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના ડુંગરપુરના વતનીના બે મહિનાના બાળકને ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં 26 ડિસેમ્બરે બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમનામાં HMPVના લક્ષણો જણાતા 8 જાન્યુઆરીના રોજ તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટી નહતી મળી. જે બાદ શહેરના સાઉથ બોપલમાં રહેતા 9 મહિનાના બાળકનો HMPV વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાળકને પણ શ્વાસ લેવામાં તકલીફ અને ખાંસીની સમસ્યા હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. જો કે HMPVના લક્ષણો દેખાતા કરવામાં આવેલો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0