Himatnagar: ગુજરાત અને રાજસ્થાનમાંથી ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના સુત્રધારને LCBએ દબોચ્યા

May 10, 2026 - 06:30
Himatnagar: ગુજરાત અને રાજસ્થાનમાંથી ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના સુત્રધારને LCBએ દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઇ ડી.સી. સાકરીયા અને સ્ટાફના જણાવ્યા મુજબ ગત તા. 8 મેના રોજ પીએસઆઇ આર.કે. જોષીની ટીમ તેમની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે, હિંમતનગરના ખેડ તસીયા રોડ પર એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરનાર શખ્સ શામળાજીથી હિંમતનગર તરફ અન્ય એક શખ્સની સાથે બાઇક પર આવી રહ્યો છે. જે આધારે એલસીબીએ તેને અટકાવી તેની ઝડતી લીધી હતી. દરમિયાન તેના ખિસ્સામાંથી લગભગ ચાર તુટેલા સોનાની ચેઇનો મળી આવી હતી.

જેથી પોલીસે તેની કડક પુછપરછ કરતાં પકડાયેલા દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા તેની પાછળ બેઠેલ સંજય રામદાસ સાધુ હોવાનું કબુલ્યું હતુ. વધુમાં આ બન્ને જણાએ જણાવ્યુ હતુ કે, ગત તા. 5 મેના રોજ ખેડ તસીયા રોડ પરથી પસાર થઇ રહેલ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી હતી. ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ અન્ય સોનાની ચેઇનો રાજસ્થાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. તથા વધુમાં બન્ને જણાએ જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં સોનાના દોરાની લુંટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા.

પકડાયેલા બન્ને વિરૂધ્ધ હિંમતનગર એ.ડિવીઝન, રાજસ્થાનના ઝોથરી તાલુકાના નવાગળા ગામે રહેતા ગોપાલ કાન્તિલાલ ડામોર, ગૌરીશંકર ડાહ્યાલાલ ખરાડી તથા રાજસ્થાનના કુવાન, બિંછીવાડા, ઘાટોલા, પીંપલખુંટ અને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં સોનાના દોરાની ચોરી કરી હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા 6.70 લાખના સોનાના દોરા, 25 હજારના બાઇક નં.આર.જે.12.એસ.એચ.9104 તથા રૂપિયા 10 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ સાબરકાંઠા એલસીબીને ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના બન્ને સુત્રોધારોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0