Himatnagar: 8 વર્ષ બાદ ઓવરબ્રિજનું કામ થયું પૂર્ણ, લોકોને ટ્રાફિકમાંથી મળશે છુટકારો
સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 8 વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું, જે પૂર્ણ થતાં આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ઓવરબ્રિજ નાગરિકો માટે ખુલ્લો મુકાયો હતો.સાંસદે લોકસભામાં બ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરવા કરી હતી રજુઆત ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સાબરકાંઠા સહિત હિંમતનગરમાંથી પસાર થતાં કેટલાય લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે, સાથોસાથ સ્થાનિક અવરજવર કરનારા લોકો માટે પણ આ ઓવરબ્રિજ સમસ્યાઓના અંત સમાન બની રહેશે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર 4.54 કરોડના ખર્ચ સાથે નવીનીકરણ હાથ ધરાયું હતું, જોકે ગાંધીનગરથી શામળાજી સુધી બની રહેલા નવીન સિક્સલેન નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ સહિત સર્વિસ રોડનું કામ તો ચાલુ હતું, જો કે સાબરકાંઠા જિલ્લા સાંસદે આ મામલે લોકસભામાં રજૂઆત કરી કામ પૂરું કરવા મામલે રજૂઆત કરાતા આજે મોતીપુરા ચાર રસ્તા નજીકના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો. ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીની લહેર આ તબક્કે સાબરકાંઠા વહીવટીતંત્ર સહિત હિંમતનગર ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદે વિશેષ હાજરી આપી હતી, સાથોસાથ સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે વર્ષો જૂની ચાલતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આ ઓવરબ્રિજનું બનવું જરૂરી હતું, તેમજ આજથી ઓવરબ્રિજ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે, સાથોસાથ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો તેમને આભાર માન્યો હતો. સામાન્ય રીતે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે અસરકારક બની રહી હતી. જોકે આજે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયાની સાથો સાથ સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભના બારીયા દ્વારા ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકો માટે પણ આનંદનો વિષય બની રહ્યો છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટાભાગે અકસ્માતોની વણઝાર થવાની સાથોસાથ હિંમતનગરથી અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકો માટે ભારે પરેશાની બનતી હતી, જે આજથી દૂર થશે તે નક્કી છે. જોકે સાબરકાંઠા લોકસભા સાંસદ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખુલ્લો મુકાયેલો આ ઓવરબ્રિજ આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં કેટલો સહાયક સાબિત થાય છે એ તો આગામી સમય બતાવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 8 વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું, જે પૂર્ણ થતાં આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ઓવરબ્રિજ નાગરિકો માટે ખુલ્લો મુકાયો હતો.
સાંસદે લોકસભામાં બ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરવા કરી હતી રજુઆત
ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સાબરકાંઠા સહિત હિંમતનગરમાંથી પસાર થતાં કેટલાય લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે, સાથોસાથ સ્થાનિક અવરજવર કરનારા લોકો માટે પણ આ ઓવરબ્રિજ સમસ્યાઓના અંત સમાન બની રહેશે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર 4.54 કરોડના ખર્ચ સાથે નવીનીકરણ હાથ ધરાયું હતું, જોકે ગાંધીનગરથી શામળાજી સુધી બની રહેલા નવીન સિક્સલેન નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ સહિત સર્વિસ રોડનું કામ તો ચાલુ હતું, જો કે સાબરકાંઠા જિલ્લા સાંસદે આ મામલે લોકસભામાં રજૂઆત કરી કામ પૂરું કરવા મામલે રજૂઆત કરાતા આજે મોતીપુરા ચાર રસ્તા નજીકના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો.
ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીની લહેર
આ તબક્કે સાબરકાંઠા વહીવટીતંત્ર સહિત હિંમતનગર ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદે વિશેષ હાજરી આપી હતી, સાથોસાથ સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે વર્ષો જૂની ચાલતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આ ઓવરબ્રિજનું બનવું જરૂરી હતું, તેમજ આજથી ઓવરબ્રિજ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે, સાથોસાથ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો તેમને આભાર માન્યો હતો. સામાન્ય રીતે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે અસરકારક બની રહી હતી. જોકે આજે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયાની સાથો સાથ સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભના બારીયા દ્વારા ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકો માટે પણ આનંદનો વિષય બની રહ્યો છે.
રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી
નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટાભાગે અકસ્માતોની વણઝાર થવાની સાથોસાથ હિંમતનગરથી અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકો માટે ભારે પરેશાની બનતી હતી, જે આજથી દૂર થશે તે નક્કી છે. જોકે સાબરકાંઠા લોકસભા સાંસદ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખુલ્લો મુકાયેલો આ ઓવરબ્રિજ આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં કેટલો સહાયક સાબિત થાય છે એ તો આગામી સમય બતાવશે.