HimatNagarમાં બોર્ડની પરીક્ષાની તૈયારી,શિક્ષણમંત્રીની વચર્યુંઅલ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સનું આયોજન

Feb 20, 2025 - 00:30
HimatNagarમાં બોર્ડની પરીક્ષાની તૈયારી,શિક્ષણમંત્રીની વચર્યુંઅલ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રીએ બુધવારે તમામ જિલ્લાના અધિકારીઓ અને સંલગ્ન વિભાગ માટે વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી. આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ધો-10માં 23,074 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10,235 વિદ્યાર્થીઓ પરિક્ષા આપવાના છે. ત્યારે બેઠક વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરાઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, આગામી તા.27 ફેબ્રુઆરીથી બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ. આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/ સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/ કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડરી વ્યવસ્થા કરવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લામાં ધો.10 માં કુલ 41 કેન્દ્રોના 87 બિલ્ડીંગના 836 બ્લોક પર 23,074 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો-12માં સામાન્ય પ્રવાહમાં કુલ 20 કેન્દ્રોના 37 બોલ્ડિંગના 348 બ્લોક પર 10,235 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.12ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ 6 કેન્દ્રોના 17 બિલ્ડીંગના 140 બ્લોક પર 2752 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વિડિઓ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક સહિત સબંધિત અધિકારીઓ જોડાયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0