Halvad: રણછોડગઢમાં આક્રંદ વચ્ચે એકસાથે 5 અર્થીઓ ઉઠી, તાલુકા પંચાયત સદસ્ય સહિત 5 યુવાનોના મોત

Jun 6, 2026 - 12:00
Halvad: રણછોડગઢમાં આક્રંદ વચ્ચે એકસાથે 5 અર્થીઓ ઉઠી, તાલુકા પંચાયત સદસ્ય સહિત 5 યુવાનોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદ તાલુકાના ચરાડવા નજીક ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં કાળ આંબી ગયો છે. અત્રે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હળવદ તાલુકા પંચાયત સદસ્ય સહિત રણછોડગઢ ગામના પાંચ આશાસ્પદ યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આજે સવારે જ્યારે ગામમાંથી એકસાથે પાંચ યુવાનોની સ્મશાનયાત્રા (અર્થી) નીકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું અને પથ્થર હૃદયના માણસની આંખોમાંથી પણ આસુ સરી પડ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર હળવદ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

ચરાડવા પાસે ડમ્પર અને કારનો અકસ્માત

મળતી માહિતી મુજબ, ગત રાત્રે ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ બે યુવાનોએ દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રણછોડગઢ બેઠકના હળવદ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયા, સુરેશ સિહોરા, ભરત દઢૈયા, વિરમ દઢૈયા અને પરેશ દઢૈયાનો સમાવેશ થાય છે. એક જ ગામના પાંચ-પાંચ રત્નો જેવા યુવાનો કાળનો કોળિયો બની જતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

યુવાનોની સ્મશાનયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું 

આ ભયાનક અકસ્માતમાં અન્ય બે યુવાનો પ્રકાશ દઢૈયા અને દિલીપ ભગવાનજીભાઈ દઢૈયાને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ઇમરજન્સી સારવાર માટે તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતે રણછોડગઢ ગામની દિવાળી જેવી શાંતિને માતમમાં ફેરવી દીધી છે.

આ પણ વાંચો: Surat: સચિન GIDC પાસે કારનો કચ્ચરઘાણ, મુસાફરોનો ચમત્કારિક બચાવ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0