Halvad: 125 બિલ્વવૃક્ષનાં સાંનિધ્યમાં બિરાજમાન શ્રીનીલકંઠ મહાદેવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હળવદ તાલુકાના રાણેકપર ગામની સ્થાપના પહેલા આ વિસ્તારમાં પૌરાણિક સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે. જે આજે સમગ્ર મોરબી જિલ્લામાં તેમજ ઝાલાવાડમાં આસ્થાનું પ્રતીક બની ચૂક્યું છે. અત્રે ભગવાન ભોળાનાથને અતિ પ્રિય બિલ્વપત્રના મંદિર ફરતા 125 વૃક્ષો શોભામાં અભવૃદ્ધિ કરી રહ્યા છે. હળવદના રાણેકપર ગામે પૌરાણિક સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ 1009 વર્ષ પહેલા આ મંદિર રાજાએ બંધાવેલ મહાદેવના મંદિરની બાજુમાં માં ભવાનીનું પણ મંદિર આવેલ છે. વર્ષો પહેલા યવનોના શાસનકાળમાં મંદિર તોડવાનો પ્રયાસ પણ થયો હતો. પરંતુ હાલ દેવોના દેવ મહાદેવનું મંદિર અડીખમ ઊભું છે. રાણેકપર ગામનું નામ અગાઉ હિરણ્યનગર હતું અને દ્વારકાથી ડાકોર જતા શ્રાદ્ધાળુઓને ઉતારા માટેના રૂમો પણ હતા. આ મંદિરમાં મીરાબાઈ અને નરસિંહ મહેતાએ પણ પૂજા અર્ચના કરેલ છે. તેવી લોકવાયકા છે. થોડા વર્ષો પહેલા જ કથાકાર ગીરીબાપુએ હળવદમાં શિવકથાનું ભાવિકોને રસપાન કરાવ્યું હતું. ત્યારે તેઓએ પણ નીલકંઠ મહાદેવના દર્શનનો લ્હાવો લીદ્યો હતો અને મહાદેવનું મોટું પ્રાંગણ જોઈ ત્યાં બિલ્વ વૃક્ષ વાવવા માટે સૂચન કર્યું હતું. જેના પગલે અત્યારે ગામના વડીલો દ્વારા અહીં 125 બિલ્વ વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવી રહ્યું છે. હાલ શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ શ્રીનીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે આવે છે. તેમજ ભગવાન ભોળાનાથના વિશેષ પૂજન અર્ચન તેમજ શણગાર, આરતીના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવે છે.
What's Your Reaction?






