Halol:તરખંડા નવીનગરીથી અંબાજી જવા પગપાળા યાત્રા સંઘ રવાના

Aug 30, 2025 - 04:00
Halol:તરખંડા નવીનગરીથી અંબાજી જવા પગપાળા યાત્રા સંઘ રવાના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલોલ તાલુકાના તરખંડા સહિત પંથકના અનેક ગામોના ભાવિક ભક્તો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની રથ સાથે પદયાત્રા યોજાતી હોય છે.

જે ભાદરવી પૂનમના મેળામાં રાજ્યભરમાંથી લાખો ભક્તો દર્શનાર્થે અંબાજી જતા હોય છે.જે વર્ષોની પરંપરા પ્રમાણે આજે સવારે હાલોલ તાલુકાના તરખંડા નવી નગરીના માઈ ભક્તોનો પગપાળા યાત્રા સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. ડી જે ના તાલે વાજતે ગાજતે માતાજીનાં રથની સવારી સાથે પગપાળા યાત્રા સંઘ અંબાજી જવા પ્રસ્થાન કરતાં ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. અને માતાજીનાં રથની પૂજા આરતી કરી ,બોલ મારી અંબે... જય જય અંબે ના જયઘોષ ગૂંજી ઉઠયો હતો અને વાતાવરણમાં ભક્તિની લહેર પ્રસરી જવા પામી હતી. ભારે શ્રધ્ધા અને આસ્થા સાથે નીકળેલા પગપાળા યાત્રા સંઘના રથ ની ઠેર ઠેર ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.આ પગપાળા યાત્રા સંઘનેવળાવવા તરખંડા ગ્રામ પંચાયતના સરપંચ કેશભાઈ તથા ડેપ્યુટી સરપંચ ચંદ્રીકાબેન જી.ચાવડા સહિતના ગામના અગ્રણીઓ અને આખા નવીનગરી ગામના બાળકો,યુવાનો,મહિલાઓઅને અબાલ વૃદ્ધો ખુબ જ મોટી સંખ્યામાં ઉમટયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0