Gujcet Exam 2025ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, શિક્ષણ બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ધોરણ 12 બાદ ગુજકેટ પરીક્ષાનાં ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવાઈ છે. હવે, વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી, 2025 સુધી ફોર્મ ભરી શકશે. જણાવી દઈએ કે, અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2024 નક્કિ કરવામાં આવી હતી.7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે રાજ્યમાં ગુજકેટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષાનાં ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે. માહિતી અનુસાર, ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અધિકારિક રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ હવે ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાનાં ફોર્મ 7 જાન્યુઆરી, 2025 સુધી ભરી શકશે.અગાઉ અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કિ કરાઈ હતી અગાઉ ગુજકેટ પરીક્ષાનાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કિ કરવામાં આવી હતી. જો કે, હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી, જે વિદ્યાર્થીઓ હજું સુધી ફોર્મ ભરી શક્યા નથી તેમને મોટી રાહત થશે. વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની www.gseb.org પર જઇને અથવા તો gujcet.gseb.org પરથી આ અંગે વધુ માહિતી મેળવી શકે છે.

Gujcet Exam 2025ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, શિક્ષણ બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ધોરણ 12 બાદ ગુજકેટ પરીક્ષાનાં ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવાઈ છે. હવે, વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી, 2025 સુધી ફોર્મ ભરી શકશે. જણાવી દઈએ કે, અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2024 નક્કિ કરવામાં આવી હતી.

7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે

રાજ્યમાં ગુજકેટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષાનાં ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે. માહિતી અનુસાર, ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અધિકારિક રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ હવે ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાનાં ફોર્મ 7 જાન્યુઆરી, 2025 સુધી ભરી શકશે.

અગાઉ અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કિ કરાઈ હતી

અગાઉ ગુજકેટ પરીક્ષાનાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કિ કરવામાં આવી હતી. જો કે, હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી, જે વિદ્યાર્થીઓ હજું સુધી ફોર્મ ભરી શક્યા નથી તેમને મોટી રાહત થશે. વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની www.gseb.org પર જઇને અથવા તો gujcet.gseb.org પરથી આ અંગે વધુ માહિતી મેળવી શકે છે.