Gujaratમાંથી વધુ 4 IAS અધિકારી કેન્દ્રમાં જશે

May 28, 2025 - 23:00
Gujaratમાંથી વધુ 4 IAS અધિકારી કેન્દ્રમાં જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત કેડરના વધુ 4 IAS અધિકારીને દિલ્લીનું તેડુ આવતા તેઓ હવે ગુજરાતથી વિદાય લેશે. IAS અધિકારી કે.કે.નિરાલા, મનીષા ચંદ્રા ડેપ્યુટેશન પર દિલ્હીમાં જશે તો સુપ્રિતસિંહ ગુલાટી અને એસ છાકછૂઆકને કેન્દ્રમાં મોકલવામાં આવશે. સરકાર તરફથી સત્તાવાર ઓર્ડર ઈશ્યુ કરવામાં આવતા જ થોડા જ સમયમાં ચારેય અધિકારીઓ ગુજરાતમાંથી વિદાય લેશે અને કેન્દ્રમાં જશે. જણાવી દઈએ કે મનીષ ચંદ્રા ડિફેન્સ પ્રોડક્શનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામગીરી કરશે તો એસ છાકુછુઆકને રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગમાં મુકવામાં આવ્યા છે, જ્યારે કે.કે.નિરાલાને જોઈન્ટ સેક્રેટરી તરીકે I&B વિભાગમાં મુકાયા છે.

IAS અધિકારી વિક્રાંત પાંડેની મુખ્યપ્રધાનના સચિવ તરીકે નિમણૂક

તમને જણાવી દઈએ કે 20 મેના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના સચિવ તરીકે કામગીરી કરતા અવંતિકા સિંહને અગ્રસચિવ તરીકે પ્રમોશનુ આપવામાં આવ્યું હતું અને જેને લઈને મુખ્યપ્રધાનના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી હતી. વિક્રાંત પાંડે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તરીકે કામગીરી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિક્રાંત પાંડે વિજય રૂપાણી સરકાર વખતે અમદાવાદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ 2019થી તેઓ કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં ડેપ્યુટેશન પર હતા. જો કે તેમનો 5 વર્ષનો ડેપ્યુટેશનનો સમયગાળો પૂરો થઈ ચૂક્યો છે. વિક્રાંત પાંડે 2005ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે અને મુળ રાજસ્થાનના વતની છે. તેમને ડોક્ટરીનો વ્યવસાય છોડીને UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી અને ત્યારબાદ UPSCમાં જોડાયા, તેઓએ ઘણી મોટી જગ્યાઓ પર અત્યાર સુધી પોતાની સેવા આપી છે.

3 મેએ રાજ્યમાં 18 IAS અધિકારીઓને બદલી કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 3 મેના રોજ બદલીનો દોર જોવા મળ્યો હતો. એક સાથે 18 IAS ઓફિસરની બદલી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીની બદલી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાં રહેલા ઓએસડી એચ.પી.પટેલની બદલી કરવામાં આવી હતી, હવે તેમની જૂનાગઢના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0