Gujaratમાં મુસદ્દારૂપ જંત્રી-2024 બાબતે સરકારનો પ્રજા જોગ સંદેશ જાહેર
મુસદારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી પર ઉપલબ્ધ છે.પ્રજાલક્ષી સૂચનો-રજુઆતો આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી રજૂ કરી શકાશે. જંત્રી અમલ રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે.રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪- ૨૦૨૩ થી અમલમાં છે. જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.તેમણે આવી રજુઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ (rationalisation) કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં. માર્ગદર્શિકા જાહેર આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ સુધી તબક્કાવારફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. "શહેરી વિસ્તાર" અને "ગ્રામ્ય વિસ્તાર" માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા તા.૨૦/૧૧/૨૦૨૪ના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી છે.આ મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી,બોટાદ પર ઉપલબ્ધ રહેશે. ઓનલાઈન સૂચન કરી શકાશે તથા આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા. ૨૦-૧૨-૨૦૨૪ સુધી ઓનલાઈન વાંધા- સુચન રજૂ કરી શકાશે.જિલ્લા કક્ષાએ મળેલી આવી રજુઆતો અને વાંધા સુચનો સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતી ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલશે.મળેલ વાંધા-સુચનોને ધ્યાને લઈ જંત્રી (Annual Statement of Rates) ને આખરી ઓપ આપી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મુકવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુસદારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી પર ઉપલબ્ધ છે.પ્રજાલક્ષી સૂચનો-રજુઆતો આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી રજૂ કરી શકાશે.
જંત્રી અમલ
રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે.રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪- ૨૦૨૩ થી અમલમાં છે.
જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરેલી રજુઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજુઆતોનો મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.તેમણે આવી રજુઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ (rationalisation) કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતાં.
માર્ગદર્શિકા જાહેર
આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ સુધી તબક્કાવારફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. "શહેરી વિસ્તાર" અને "ગ્રામ્ય વિસ્તાર" માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલ મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા તા.૨૦/૧૧/૨૦૨૪ના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી છે.આ મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી,બોટાદ પર ઉપલબ્ધ રહેશે.
ઓનલાઈન સૂચન કરી શકાશે
તથા આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા. ૨૦-૧૨-૨૦૨૪ સુધી ઓનલાઈન વાંધા- સુચન રજૂ કરી શકાશે.જિલ્લા કક્ષાએ મળેલી આવી રજુઆતો અને વાંધા સુચનો સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતી ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલશે.મળેલ વાંધા-સુચનોને ધ્યાને લઈ જંત્રી (Annual Statement of Rates) ને આખરી ઓપ આપી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મુકવામાં આવશે.