Gujaratમાં આવતીકાલથી "ઠંડી"નું વધશે જોર, લઘુતમ તાપમાનમાં થઈ શકે છે મોટો ઘટાડો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ,રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે તો સૌરાષ્ટ્ર, કચ્છમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે,2થી 3 ડિગ્રીનો લઘુતમ તાપમાનમાં થશે ઘટાડો તો ઉત્તર-પૂર્વના પવનોની લીધે વધશે ઠંડીનું જોર,અમદાવાદનું તાપમાન 17 થી 18 ડિગ્રીની આસપાસ રહી શકે છે.અનેક જિલ્લામાં 15 થી 16 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાં કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર ગુજરાતમાં કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જજો,આગામી સમયમાં ઠંડીનું જોર વધશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,ઉત્તર પૂર્વના પવનોને લીધે વધશે ઠંડીનું જોર સાથે સાથે આગામી દિવસોમાં તાપમાન 15 તી 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે,અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાતાવરણ રહેશે સૂકું આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આવું વાતાવરણ યથાવત રહેશે. આજકાલમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન ઓછું થયું છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા વધારે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બાદલાતા ઠંડીનો અનુભવ થશે.બીજી તરફ તારીખ 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેશર બનશે. અને 22 થી 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે. જેના કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા જોવા મળી રહી છે. 30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું માનવું છે કે,અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે,અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિંગનીઅસર દેખાય છે.74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે અને તે પણ ભયંકર ગરમી. રવી પાકને થશે નુકસાન : અંબાલાલ પટેલ ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ,રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે તો સૌરાષ્ટ્ર, કચ્છમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે,2થી 3 ડિગ્રીનો લઘુતમ તાપમાનમાં થશે ઘટાડો તો ઉત્તર-પૂર્વના પવનોની લીધે વધશે ઠંડીનું જોર,અમદાવાદનું તાપમાન 17 થી 18 ડિગ્રીની આસપાસ રહી શકે છે.અનેક જિલ્લામાં 15 થી 16 ડિગ્રી તાપમાન રહેશે.
રાજ્યમાં કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર
ગુજરાતમાં કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જજો,આગામી સમયમાં ઠંડીનું જોર વધશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,ઉત્તર પૂર્વના પવનોને લીધે વધશે ઠંડીનું જોર સાથે સાથે આગામી દિવસોમાં તાપમાન 15 તી 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે,અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.
વાતાવરણ રહેશે સૂકું
આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આવું વાતાવરણ યથાવત રહેશે. આજકાલમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન ઓછું થયું છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા વધારે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બાદલાતા ઠંડીનો અનુભવ થશે.બીજી તરફ તારીખ 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેશર બનશે. અને 22 થી 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે. જેના કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા જોવા મળી રહી છે.
30 વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું માનવું છે કે,અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે,અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિંગનીઅસર દેખાય છે.74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી છે અને તે પણ ભયંકર ગરમી.
રવી પાકને થશે નુકસાન : અંબાલાલ પટેલ
ઠંડી મોડી પડવાને લઈ રવી પાકને પણ નુકસાન થવાની શકયતા છે.જીરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઇએ અને આવા વાતાવરણમાં બિન પિયત રાયડાના છોડ બળી જવાની શકયતા રહેલી થે,એરંડામા ગરમી પડે તો નર ફૂલ વધી જાય એથી ઉત્પાદન ઓછું થાય છે.ઉત્તર ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે.સવારના સમયે ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.