Gujarat સરકારને જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે પુરસ્કાર

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ 'અન્ન ચક્ર' PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઓપ્ટિમાઈઝેશન અમલીકરણ ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા(PDS) સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન, કે જેમાં ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઈઝેશન અમલીકરણના ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨ના જૂન માસથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI) અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ(GSCSCL)ના તમામ ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનો(FPS)ને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ-ફેન્સ કરવામાં આવ્યા છે. ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરાયું ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT), આઈઆઈટી દિલ્હી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા સંયુક્ત રીતે એક ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત માટે L1 એટલે કે FCI/CWC થી GSCSCL ગોડાઉન સુધીમાં ૩૮ ટકા અને L2 એટલે કે GSCSCL થી FPS સુધીમાં ૦૬ ટકા સુધીના નોંધપાત્ર ખર્ચ ઘટાડાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિભાગે વ્યાપક વિશ્લેષણ હાથ ધરીને ઓપ્ટિમાઇઝ કરી શકાય તેવા L1 માટે ૬૫૧ રૂટ્સ અને L2 માટે ૧૬,૮૨૭ રૂટ્સની ઓળખ કરી હતી. હિતધારકો સાથે સતત બેઠકો FCI ની FIFO નીતિ અને મૌસમી વિવિધતા જેવા પડકારો હોવા છતાં આ વિભાગે FCIના અધિકારીઓ,જિલ્લા અધિકારીઓ અને પરિવહન એજન્સીઓ સહિતનાં હિતધારકો સાથે સતત બેઠકો અને ચર્ચા વિચારણા કરી L1 માટે ૨૩૯ માંથી ૧૭૦ એટલે કે ૭૧.૧૨ ટકા રૂટ અને L2 માટે ૧૬,૮૨૭ માંથી ૧૫,૩૭૬ એટલે કે ૯૧.૩૭ ટકા રૂટ સફળતાપૂર્વક ઑપ્ટિમાઇઝ કર્યા હતા. જેના પરિણામે ડિસેમ્બર ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન જ પરિવહન ખર્ચમાં કુલ અંદાજિત રૂ. ૪.૫ કરોડ અને માસિક સરેરાશ રૂ. ૫૬ લાખની બચત થઈ હતી. ચેઇન ઓપ્ટિમાઇઝેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં આવા પરિવર્તનકારી પરિણામોની ભારત સરકાર દ્વારા નોંધ લઇ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં, PDS સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના કેન્દ્ર સરકારના પ્રેઝન્ટેશન તેમજ બ્રોશરમાં પણ ગુજરાત મોડેલને ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. પ્રતિબદ્ધતાનું પ્રતીક આ ઉપલબ્ધિ વિભાગની નવીનતા, કાર્યક્ષમતા અને સેવામાં ઉત્તમતા લાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તદુપરાંત જાહેર વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થિત ચલાવીને તમામ સાચા લાભાર્થીઓને યોગ્ય લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવાની ગુજરાત સરકારની અડગ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે, તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Gujarat સરકારને જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે પુરસ્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ 'અન્ન ચક્ર' PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઓપ્ટિમાઈઝેશન અમલીકરણ

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા(PDS) સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન, કે જેમાં ખાસ કરીને રૂટ ઓપ્ટિમાઈઝેશન અમલીકરણના ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨ના જૂન માસથી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાજ્યમાં આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI) અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ(GSCSCL)ના તમામ ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનો(FPS)ને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ-ફેન્સ કરવામાં આવ્યા છે.

ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરાયું

ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT), આઈઆઈટી દિલ્હી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા સંયુક્ત રીતે એક ઓપ્ટિમાઇઝેશન સ્ટડી તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત માટે L1 એટલે કે FCI/CWC થી GSCSCL ગોડાઉન સુધીમાં ૩૮ ટકા અને L2 એટલે કે GSCSCL થી FPS સુધીમાં ૦૬ ટકા સુધીના નોંધપાત્ર ખર્ચ ઘટાડાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિભાગે વ્યાપક વિશ્લેષણ હાથ ધરીને ઓપ્ટિમાઇઝ કરી શકાય તેવા L1 માટે ૬૫૧ રૂટ્સ અને L2 માટે ૧૬,૮૨૭ રૂટ્સની ઓળખ કરી હતી.

હિતધારકો સાથે સતત બેઠકો

FCI ની FIFO નીતિ અને મૌસમી વિવિધતા જેવા પડકારો હોવા છતાં આ વિભાગે FCIના અધિકારીઓ,જિલ્લા અધિકારીઓ અને પરિવહન એજન્સીઓ સહિતનાં હિતધારકો સાથે સતત બેઠકો અને ચર્ચા વિચારણા કરી L1 માટે ૨૩૯ માંથી ૧૭૦ એટલે કે ૭૧.૧૨ ટકા રૂટ અને L2 માટે ૧૬,૮૨૭ માંથી ૧૫,૩૭૬ એટલે કે ૯૧.૩૭ ટકા રૂટ સફળતાપૂર્વક ઑપ્ટિમાઇઝ કર્યા હતા. જેના પરિણામે ડિસેમ્બર ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન જ પરિવહન ખર્ચમાં કુલ અંદાજિત રૂ. ૪.૫ કરોડ અને માસિક સરેરાશ રૂ. ૫૬ લાખની બચત થઈ હતી.

ચેઇન ઓપ્ટિમાઇઝેશન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં આવા પરિવર્તનકારી પરિણામોની ભારત સરકાર દ્વારા નોંધ લઇ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં, PDS સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના કેન્દ્ર સરકારના પ્રેઝન્ટેશન તેમજ બ્રોશરમાં પણ ગુજરાત મોડેલને ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.

પ્રતિબદ્ધતાનું પ્રતીક

આ ઉપલબ્ધિ વિભાગની નવીનતા, કાર્યક્ષમતા અને સેવામાં ઉત્તમતા લાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તદુપરાંત જાહેર વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થિત ચલાવીને તમામ સાચા લાભાર્થીઓને યોગ્ય લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવાની ગુજરાત સરકારની અડગ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે, તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની યાદીમાં જણાવ્યું છે.