Gujarat રાજયમાં ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય કાર્ડ આપવાનું અભિયાન પૂરજોશમાં થયું શરૂ

ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુરૂપ બનતું સોઈલ હેલ્થ કાર્ડ વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૭૮૦ અને રાજ્યમાં ૧,૬૫,૫૯૦ જેટલા સોઈલ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા દેશભરમાં અત્યાર સુધીમાં ૪૨,૨૨,૩૭૪ જેટલા જમીન નમૂનાઓ એકત્ર કરી, ૫,૦૧,૧૧૪ જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ થયું કૃષિકારો માટે ગામવાર સર્વે કરીને જમીન સ્વાસ્થ્ય કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ આધારિત સંતુલિત ખાતરનો વપરાશ થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.આ પ્રકારના પ્રયાસોની પહેલ દેશભરમાં ગુજરાતે કરી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ એક અનોખો અભિગમ હાથ ધરીને ગુજરાત રાજ્યનાં તમામ ગામોને આવરી લઈ કૃષિ વિકાસના કાર્યક્રમો કિસાનો સુધી પહોંચે તે માટે કૃષિ મહોત્સવ, કલસ્ટર બેઝ તાલીમ, પ્રાકૃતિક કૃષિ સંવાદ સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે. કૃષિક્ષેત્રે આપણો દેશ વિશ્વફલક પર હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે કૃષિક્ષેત્રે આપણો દેશ વિશ્વફલક પર મોખરાનું સ્થાન ભોગવી રહ્યો છે. કૃષિક્ષેત્રે થયેલી પ્રગતિની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે, જેની સાક્ષી રાજ્યનો કૃષિક્ષેત્રનો વિકાસદર પૂરે છે. જે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત ગણાય છે. કૃષિ ઉત્પાદનનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળી રહે તે માટે કૃષિકારોના પુરુષાર્થ, કૃષિ વિજ્ઞાનના સામર્થ્ય અને સરકારના પ્રોત્સાહક આયોજન દ્વારા કૃષિ ઉત્પાદનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરીને પ્રાકૃતિક કૃષિ દ્વારા હરિયાળી ક્રાંતિ માટે સૌ ખેડૂત મિત્રો કટિબદ્ધ બને તે આજના આધુનિક યુગમાં આવશ્યક છે. ખેડૂત સમુદાયમાં જાગૃતિ લાવવા વિવિધ સ્તરે પ્રયત્નો કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂત સમુદાયમાં જાગૃતિ લાવવા વિવિધ સ્તરે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નો ત્યારે જ સાર્થક ગણાય જ્યારે ખેડૂત સમયાંતરે જમીન ચકાસણી કરાવી જમીનની ગુણવત્તા સુધારવા આવશ્યક પગલાઓ ભરવા તત્પર થાય છે. મર્યાદિત જમીનમાં મહતમ પાક ઉત્પાદન એ સમયની માંગ છે. આ માટે પ્રાપ્ત જમીનનો કાર્યક્ષમ ઉપયોગ એ તાકીદની અનિવાર્યતા છે. જમીનના કાર્યક્ષમ ઉપયોગની હેતુપૂર્તિ જમીનની તંદુરસ્તી પર અવલંબે છે જે માટે ખેડૂત પોતાની જમીનમાં રહેલા પ્રાપ્ય પોષક તત્ત્વો, તેના સપ્રમાણ ઉપયોગ અને તેની પાક ઉત્પાદકતા વિશે માહિતીગાર હોવો આવશ્યક છે. ચાલો જાણીએ સોઈલ હેલ્થ કાર્ડની અસરકારકતા વિશે 1-સોઈલ હેલ્થ કાર્ડને વધુ અસરકારક બનાવવા સમયાંતરે જમીનનો નમૂનો લેવડાવો, ફરી જ્યારે જમીનનો નમુનો લેવાનો થાય તો તેની નિયત પધ્ધતિ પ્રમાણે કાળજીપૂર્વક લેવડાવો તથા પાક આયોજન પહેલા આ કાર્ડની વિગતોના આધારે પાકનું આયોજન કરવામા આવે તે અત્યંત આવશ્યક છે. 2-ખાતરોની પસંદગી જે તે ખેતરલક્ષી ભલામણ ખાતર આપવાની રીત અને સમય સિઝન પૂર્વે જ સમજી લઈને તેને અનુસરવાથી આ કાર્ડનો હેતુ સિધ્ધ થશે. 3-સૌથી મહત્વની બાબત એ છે કે, સોઈલ હેલ્થ કાર્ડને કારણે ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુ બન્યો છે. જેમાં માહિતીની આપ-લે બન્ને બાજુ થઈ શકે છે. તેથી, આ પ્રયોગ વધુ અસરકારક રીતે અમલી બની શક્યો છે. 4- વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૭૮૦ જેટલા ખેડૂતોને તેમજ ગુજરાતમાં ૧,૬૫,૫૯૦ જેટલા ખેડૂત મિત્રોને સોઈલ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨,૭૧૬ જેટલા તેમજ રાજ્યભરમાં ૩,૮૦,૬૨૩ જેટલા માટીના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૪૨,૨૨,૩૭૪ જેટલા જમીનના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેમાંથી ૫,૦૧,૧૧૪ જેટલા ખેડૂતોની જમીનનું પૃથ્થકરણ કરી સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. 5-વધુ પાક ઉત્પાદન મેળવવા માટે જમીન પૃથ્થકરણની મહત્તાને લક્ષમાં રાખીને રાજ્યના ખેડૂતોને “જમીન સ્વાસ્થ્ય કાર્ડ” એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ આપવાનું અભિયાન હાથ ધરી ગુજરાતે સમગ્ર દેશને એક નવો રાહ ચિંધ્યો છે. વધુમાં, વિશ્વના બજારોમાં ટકી રહેવા અને ખેતીની પેદાશોનો વિકાસ વધારવા માટે ઓછા ખર્ચે વધુ નફાકારક પાકોની ખેતી એવી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવું પડશે.

Gujarat રાજયમાં ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય કાર્ડ આપવાનું અભિયાન પૂરજોશમાં થયું શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુરૂપ બનતું સોઈલ હેલ્થ કાર્ડ
  • વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૭૮૦ અને રાજ્યમાં ૧,૬૫,૫૯૦ જેટલા સોઈલ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા
  • દેશભરમાં અત્યાર સુધીમાં ૪૨,૨૨,૩૭૪ જેટલા જમીન નમૂનાઓ એકત્ર કરી, ૫,૦૧,૧૧૪ જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ થયું

કૃષિકારો માટે ગામવાર સર્વે કરીને જમીન સ્વાસ્થ્ય કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ આધારિત સંતુલિત ખાતરનો વપરાશ થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.આ પ્રકારના પ્રયાસોની પહેલ દેશભરમાં ગુજરાતે કરી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ એક અનોખો અભિગમ હાથ ધરીને ગુજરાત રાજ્યનાં તમામ ગામોને આવરી લઈ કૃષિ વિકાસના કાર્યક્રમો કિસાનો સુધી પહોંચે તે માટે કૃષિ મહોત્સવ, કલસ્ટર બેઝ તાલીમ, પ્રાકૃતિક કૃષિ સંવાદ સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે.

કૃષિક્ષેત્રે આપણો દેશ વિશ્વફલક પર

હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે કૃષિક્ષેત્રે આપણો દેશ વિશ્વફલક પર મોખરાનું સ્થાન ભોગવી રહ્યો છે. કૃષિક્ષેત્રે થયેલી પ્રગતિની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે, જેની સાક્ષી રાજ્યનો કૃષિક્ષેત્રનો વિકાસદર પૂરે છે. જે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત ગણાય છે. કૃષિ ઉત્પાદનનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળી રહે તે માટે કૃષિકારોના પુરુષાર્થ, કૃષિ વિજ્ઞાનના સામર્થ્ય અને સરકારના પ્રોત્સાહક આયોજન દ્વારા કૃષિ ઉત્પાદનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રાપ્ત કરીને પ્રાકૃતિક કૃષિ દ્વારા હરિયાળી ક્રાંતિ માટે સૌ ખેડૂત મિત્રો કટિબદ્ધ બને તે આજના આધુનિક યુગમાં આવશ્યક છે.

ખેડૂત સમુદાયમાં જાગૃતિ લાવવા વિવિધ સ્તરે પ્રયત્નો

કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂત સમુદાયમાં જાગૃતિ લાવવા વિવિધ સ્તરે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નો ત્યારે જ સાર્થક ગણાય જ્યારે ખેડૂત સમયાંતરે જમીન ચકાસણી કરાવી જમીનની ગુણવત્તા સુધારવા આવશ્યક પગલાઓ ભરવા તત્પર થાય છે. મર્યાદિત જમીનમાં મહતમ પાક ઉત્પાદન એ સમયની માંગ છે. આ માટે પ્રાપ્ત જમીનનો કાર્યક્ષમ ઉપયોગ એ તાકીદની અનિવાર્યતા છે. જમીનના કાર્યક્ષમ ઉપયોગની હેતુપૂર્તિ જમીનની તંદુરસ્તી પર અવલંબે છે જે માટે ખેડૂત પોતાની જમીનમાં રહેલા પ્રાપ્ય પોષક તત્ત્વો, તેના સપ્રમાણ ઉપયોગ અને તેની પાક ઉત્પાદકતા વિશે માહિતીગાર હોવો આવશ્યક છે.

ચાલો જાણીએ સોઈલ હેલ્થ કાર્ડની અસરકારકતા વિશે

1-સોઈલ હેલ્થ કાર્ડને વધુ અસરકારક બનાવવા સમયાંતરે જમીનનો નમૂનો લેવડાવો, ફરી જ્યારે જમીનનો નમુનો લેવાનો થાય તો તેની નિયત પધ્ધતિ પ્રમાણે કાળજીપૂર્વક લેવડાવો તથા પાક આયોજન પહેલા આ કાર્ડની વિગતોના આધારે પાકનું આયોજન કરવામા આવે તે અત્યંત આવશ્યક છે.

2-ખાતરોની પસંદગી જે તે ખેતરલક્ષી ભલામણ ખાતર આપવાની રીત અને સમય સિઝન પૂર્વે જ સમજી લઈને તેને અનુસરવાથી આ કાર્ડનો હેતુ સિધ્ધ થશે.

3-સૌથી મહત્વની બાબત એ છે કે, સોઈલ હેલ્થ કાર્ડને કારણે ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુ બન્યો છે. જેમાં માહિતીની આપ-લે બન્ને બાજુ થઈ શકે છે. તેથી, આ પ્રયોગ વધુ અસરકારક રીતે અમલી બની શક્યો છે.

4- વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૭૮૦ જેટલા ખેડૂતોને તેમજ ગુજરાતમાં ૧,૬૫,૫૯૦ જેટલા ખેડૂત મિત્રોને સોઈલ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨,૭૧૬ જેટલા તેમજ રાજ્યભરમાં ૩,૮૦,૬૨૩ જેટલા માટીના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૪૨,૨૨,૩૭૪ જેટલા જમીનના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેમાંથી ૫,૦૧,૧૧૪ જેટલા ખેડૂતોની જમીનનું પૃથ્થકરણ કરી સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

5-વધુ પાક ઉત્પાદન મેળવવા માટે જમીન પૃથ્થકરણની મહત્તાને લક્ષમાં રાખીને રાજ્યના ખેડૂતોને “જમીન સ્વાસ્થ્ય કાર્ડ” એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ આપવાનું અભિયાન હાથ ધરી ગુજરાતે સમગ્ર દેશને એક નવો રાહ ચિંધ્યો છે. વધુમાં, વિશ્વના બજારોમાં ટકી રહેવા અને ખેતીની પેદાશોનો વિકાસ વધારવા માટે ઓછા ખર્ચે વધુ નફાકારક પાકોની ખેતી એવી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવું પડશે.