Kutch: આજે પણ રાજાશાહી સમયની ભુજંગદેવની પૂજનવિધિની પરંપરા યથાવત

કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે વિજય દિવસ શ્રાવણ સુદ પાંચમનાદિવસે થયો રાજવી પરિવારે પૂજાવિધિ કરી લોકમેળાને ખુલ્લો મુક્યો કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે. કચ્છમાં આજે પણ રાજાશાહી સમય ચાલી રહેલી પરંપરા યથાવત રહી છે. આવીજ અનોખી ભુજીયા ડુંગર પર આવેલ ભુજંગદેવની પૂજનવિધિની પરંપરા રાજાશાહી સમયથી ચાલી રહી છે. કચ્છ સ્ટેટના કુંવર ઇન્દ્રજીત જાડેજાના હસ્તે ભુજંગદેવની પૂજનવિધિ અને નાગપંચમીના પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિજય દિવસ શ્રાવણ સુદ પાંચમનાદિવસે થયો કચ્છ પાટનગર ગણાતા ભુજ ખાતે ભુજીયો ડુંગર તેમજ રાજાશાહી સમયનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે. ભુજનું નામ પણ ભુજીયા ડુંગર પરથી પડ્યા હોવાનો ઇતિહાસકારોનું માનવું છે. રાજાશાહી સમયમાં કચ્છ પર સતત આક્રમણ થતા હતા. તે સમયે અમદાવાદના મહારાજા શેર બુલંદખાને 50 હજારના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી હતી. જેમાં નાગા બાવાની જમાતનો યુદ્ધમાં સહયોગ મળ્યો હતો. આ યુધ્ધમાં શેર બુલંદખાનને હરાવ્યો અને કચ્છનો વિજય થયો હતો. આ વિજય દિવસ શ્રાવણ સુદ પાંચમના દિવસે થયો હતો. રાજવી પરિવારે પૂજાવિધિ કરી લોકમેળાને ખુલ્લો મુક્યો આ દિવસે મહારાજા દેશળજી શાહી સવારી લઈને ભુજીયા ડુંગર આવ્યા હતા. ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજા કરી હતી. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજાશાહી સમયથી ચાલી રહેલી પરંપરા આજે પણ યથાવત રહી છે. મહારાજા સમયમાં ભુજના દરબારગઢમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળતી અને ભુજીયા ડુંગર પર જતી હતી. આ પરંપરા મુજબ આજે ભુજના દરબારગઢમાં કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજાના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજવી પરિવાર ભુજીયા ડુંગર પર જઈને ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજન વિધિ કરી હતી. સાથે જ દરવર્ષેની જેમ આ વર્ષે રાજવી પરિવારે પૂજાવિધિ કરી લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Kutch: આજે પણ રાજાશાહી સમયની ભુજંગદેવની પૂજનવિધિની પરંપરા યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે
  • વિજય દિવસ શ્રાવણ સુદ પાંચમનાદિવસે થયો
  • રાજવી પરિવારે પૂજાવિધિ કરી લોકમેળાને ખુલ્લો મુક્યો

કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે. કચ્છમાં આજે પણ રાજાશાહી સમય ચાલી રહેલી પરંપરા યથાવત રહી છે. આવીજ અનોખી ભુજીયા ડુંગર પર આવેલ ભુજંગદેવની પૂજનવિધિની પરંપરા રાજાશાહી સમયથી ચાલી રહી છે. કચ્છ સ્ટેટના કુંવર ઇન્દ્રજીત જાડેજાના હસ્તે ભુજંગદેવની પૂજનવિધિ અને નાગપંચમીના પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિજય દિવસ શ્રાવણ સુદ પાંચમનાદિવસે થયો

કચ્છ પાટનગર ગણાતા ભુજ ખાતે ભુજીયો ડુંગર તેમજ રાજાશાહી સમયનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે. ભુજનું નામ પણ ભુજીયા ડુંગર પરથી પડ્યા હોવાનો ઇતિહાસકારોનું માનવું છે. રાજાશાહી સમયમાં કચ્છ પર સતત આક્રમણ થતા હતા. તે સમયે અમદાવાદના મહારાજા શેર બુલંદખાને 50 હજારના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી હતી. જેમાં નાગા બાવાની જમાતનો યુદ્ધમાં સહયોગ મળ્યો હતો. આ યુધ્ધમાં શેર બુલંદખાનને હરાવ્યો અને કચ્છનો વિજય થયો હતો. આ વિજય દિવસ શ્રાવણ સુદ પાંચમના દિવસે થયો હતો.

રાજવી પરિવારે પૂજાવિધિ કરી લોકમેળાને ખુલ્લો મુક્યો

આ દિવસે મહારાજા દેશળજી શાહી સવારી લઈને ભુજીયા ડુંગર આવ્યા હતા. ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજા કરી હતી. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજાશાહી સમયથી ચાલી રહેલી પરંપરા આજે પણ યથાવત રહી છે. મહારાજા સમયમાં ભુજના દરબારગઢમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળતી અને ભુજીયા ડુંગર પર જતી હતી. આ પરંપરા મુજબ આજે ભુજના દરબારગઢમાં કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજાના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજવી પરિવાર ભુજીયા ડુંગર પર જઈને ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજન વિધિ કરી હતી. સાથે જ દરવર્ષેની જેમ આ વર્ષે રાજવી પરિવારે પૂજાવિધિ કરી લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.