Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વર્ગ-૩) તથા ૮મું વહીવટી અધિવેશન (વર્ગ-૪)નું આયોજન કરાયું હતું. નીતિ વિષયક બાબતોની ચર્ચા કરાઈ આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ હેઠળ અનેક પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં વર્ગ ૪ના કર્મચારીઓનું વર્ગ ૩માં નિયમિત રીતે પ્રમોશન મળે તે દિશામાં સરકારે કામ કર્યું છે. અંદાજે ૪૧૮ જેટલા વર્ગ ૪ના કર્મચારીઓને વર્ગ ૩માં પ્રમોશન આપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ છે. ધારાસભ્ય પણ રહ્યાં હાજર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ પરીક્ષા "પે ચર્ચા" કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે મંત્રીએ અપીલ કરી હતી તેમજ આગામી બોર્ડની પરીક્ષા માટે તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ અધિવેશનમાં મંત્રી અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય સહિત વિદ્યાર્થીનીઓ દ્વારા " મા તેરે ચરણોમાં શિશ ઝૂકાતે હૈ" પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સર્વોદય સેવા ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ ડી મોદી અને વિજાપુર ધારાસભ્ય ડો.સી.જે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ઘટક સંઘના પ્રમુખો રહ્યાં હાજર આ અધિવેશનમાં પ્રમુખ ગુ.રા કર્મચારી મંડળ, પ્રમુખ ગુ.રા શાળા સંચાલક મહામંડળ, પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, પ્રમુખ ગુ.રા ઉ.મા.શિક્ષણ સંઘ મહામંડળ, પ્રમુખ ગુ.રા.મા.શિ.સંઘ મહામંડળ, સરકાર નિયુક્ત બોર્ડના સદસ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળના પ્રમુખ,અધ્યક્ષ, ઉપ પ્રમુખો, મંત્રી, સંગઠન મંત્રીઓ સહિત તમામ ઘટક સંઘોના પ્રમુખો અને મહા મંત્રીઓ હાજર રહ્યા હતા.

Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વર્ગ-૩) તથા ૮મું વહીવટી અધિવેશન (વર્ગ-૪)નું આયોજન કરાયું હતું.

નીતિ વિષયક બાબતોની ચર્ચા કરાઈ

આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ હેઠળ અનેક પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં વર્ગ ૪ના કર્મચારીઓનું વર્ગ ૩માં નિયમિત રીતે પ્રમોશન મળે તે દિશામાં સરકારે કામ કર્યું છે. અંદાજે ૪૧૮ જેટલા વર્ગ ૪ના કર્મચારીઓને વર્ગ ૩માં પ્રમોશન આપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ છે.

ધારાસભ્ય પણ રહ્યાં હાજર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ પરીક્ષા "પે ચર્ચા" કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે મંત્રીએ અપીલ કરી હતી તેમજ આગામી બોર્ડની પરીક્ષા માટે તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ અધિવેશનમાં મંત્રી અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય સહિત વિદ્યાર્થીનીઓ દ્વારા " મા તેરે ચરણોમાં શિશ ઝૂકાતે હૈ" પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સર્વોદય સેવા ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ ડી મોદી અને વિજાપુર ધારાસભ્ય ડો.સી.જે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

ઘટક સંઘના પ્રમુખો રહ્યાં હાજર

આ અધિવેશનમાં પ્રમુખ ગુ.રા કર્મચારી મંડળ, પ્રમુખ ગુ.રા શાળા સંચાલક મહામંડળ, પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, પ્રમુખ ગુ.રા ઉ.મા.શિક્ષણ સંઘ મહામંડળ, પ્રમુખ ગુ.રા.મા.શિ.સંઘ મહામંડળ, સરકાર નિયુક્ત બોર્ડના સદસ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળના પ્રમુખ,અધ્યક્ષ, ઉપ પ્રમુખો, મંત્રી, સંગઠન મંત્રીઓ સહિત તમામ ઘટક સંઘોના પ્રમુખો અને મહા મંત્રીઓ હાજર રહ્યા હતા.