Gujarat: ભ્રષ્ટ અધિકારીઓ સામે મોટી કાર્યવાહી, વધુ 3 અધિકારીઓને કરાયા ફરજિયાત નિવૃત
ગુજરાત સરકારમાં વધુ એક વખત અધિકારીઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને રાજ્યમાં વધુ 3 સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાના આદેશ આપ્યા છે. વર્ગ-2ના 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારી 3 કર્મચારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. સરકારી અધિકારી મોહમ્મદ શેખ, કંચનભાઈ બારીયા, રશ્મિન મન્સૂરીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.તાત્કાલિક અસરથી અધિકારીઓને રાજ્ય સરકારે નિવૃત કર્યા તમને જણાવી દઈએ કે આ વર્ગ-2ના અધિકારી મોહમ્મદ શેખ વન વિભાગમાં મદદનીશ વન સંરક્ષક, કંચનભાઈ બારીયા મદદનીશ વન સંરક્ષક અને રશ્મિનભાઈ મન્સૂરી પરી ક્ષેત્ર વન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જો કે આ ત્રણેય અધિકારીઓ વિરૂદ્ધ નિવૃતિ બાદ પણ પડતર ખાતાકીય તપાસો તો ચાલુ જ રહેશે. હાલમાં આ ત્રણેય અધિકારીઓેને તાત્કાલિક અસરથી રાજ્ય સરકારે નિવૃત કર્યા છે. અગાઉ નર્મદા અને જળ સંપત્તિ વિભાગના 5 અધિકારીઓને નિવૃત્ત કરાયા હતા તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા હતા. જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા તો પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા. જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર 2માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારમાં વધુ એક વખત અધિકારીઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને રાજ્યમાં વધુ 3 સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાના આદેશ આપ્યા છે. વર્ગ-2ના 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારી 3 કર્મચારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. સરકારી અધિકારી મોહમ્મદ શેખ, કંચનભાઈ બારીયા, રશ્મિન મન્સૂરીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.
તાત્કાલિક અસરથી અધિકારીઓને રાજ્ય સરકારે નિવૃત કર્યા
તમને જણાવી દઈએ કે આ વર્ગ-2ના અધિકારી મોહમ્મદ શેખ વન વિભાગમાં મદદનીશ વન સંરક્ષક, કંચનભાઈ બારીયા મદદનીશ વન સંરક્ષક અને રશ્મિનભાઈ મન્સૂરી પરી ક્ષેત્ર વન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જો કે આ ત્રણેય અધિકારીઓ વિરૂદ્ધ નિવૃતિ બાદ પણ પડતર ખાતાકીય તપાસો તો ચાલુ જ રહેશે. હાલમાં આ ત્રણેય અધિકારીઓેને તાત્કાલિક અસરથી રાજ્ય સરકારે નિવૃત કર્યા છે.
અગાઉ નર્મદા અને જળ સંપત્તિ વિભાગના 5 અધિકારીઓને નિવૃત્ત કરાયા હતા
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા હતા. જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા તો પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા. જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર 2માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા હતા.