Gujarat Weather: રાજ્યમાં 3 દિવસ ઠંડીથી મળશે આંશિક રાહત! હવામાન વિભાગની આગાહી
દુનિયાભરમાં નવું વર્ષ શરૂ થઇ ગયુ છે, ભારતમાં પણ ઠંડીની સિઝન સાથે નવા વર્ષના વધામણા થયા છે. તેવામાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 3 દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાથી રાજ્યમાં 3 દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે. અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે. મળતી માહિતી મુજબ, ગત ડિસેમ્બર મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માવઠા રુપી ઝાપટું પડ્યું હતુ. જે બાદ મહિનાના અંતિમ ત્રણેક દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અત્યારે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો તેમજ આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે આગાહી કરી છે.ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં 3 દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં થશે ઘટાડો હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે આજથી પાંચમી જાન્યુઆરી સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાત રાજ્યમાં તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના દર્શાવાવમાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, આગામી મંગળવાર સુધીમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. જ્યારે આજ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે. આગામી 5 જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવતહાલ ઉત્તર ભારતથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી પવનની દિશા બદલાઈ હોવાથી આગામી 5 જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત છે. અત્યારે ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી રહી છે. તેમજ 3 ડિગ્રી સુધી તાપમાન ઊંચુ આવતા ઠંડીમાં ઘટાડો થયો છે. જે આગામી 4 જાન્યુઆરી સુધી રહી છે. જે બાદ 5 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ જશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દુનિયાભરમાં નવું વર્ષ શરૂ થઇ ગયુ છે, ભારતમાં પણ ઠંડીની સિઝન સાથે નવા વર્ષના વધામણા થયા છે. તેવામાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 3 દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.
ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેને લઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાથી રાજ્યમાં 3 દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે. અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે. મળતી માહિતી મુજબ, ગત ડિસેમ્બર મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માવઠા રુપી ઝાપટું પડ્યું હતુ. જે બાદ મહિનાના અંતિમ ત્રણેક દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અત્યારે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો તેમજ આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે આગાહી કરી છે.
ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી
- રાજ્યમાં 3 દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે
- અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે
- ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં થશે ઘટાડો
- હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે
આજથી પાંચમી જાન્યુઆરી સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાત રાજ્યમાં તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના દર્શાવાવમાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, આગામી મંગળવાર સુધીમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. જ્યારે આજ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે.
આગામી 5 જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત
હાલ ઉત્તર ભારતથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી પવનની દિશા બદલાઈ હોવાથી આગામી 5 જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત છે. અત્યારે ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળી રહી છે. તેમજ 3 ડિગ્રી સુધી તાપમાન ઊંચુ આવતા ઠંડીમાં ઘટાડો થયો છે. જે આગામી 4 જાન્યુઆરી સુધી રહી છે. જે બાદ 5 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ જશે.