Gujarat Weather : રાજયમાં 4 જિલ્લાઓમા કરા સાથે ભારે વરસાદની કરાઈ આગાહી

ગુજરાત હવામાન વિભાગે રાજયમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે,જેમાં રાજયમાં કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે સાથે સાથે 4 જિલ્લાઓમાં કરા અને વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે.બનાસકાંઠા, સાબરકાંઠા,નર્મદા અને અરવલ્લીમાં અપાયું છે ઓરેન્જ એલર્ટ તો રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ખેડા, આણંદ, અરવલ્લી,પંચમહાલ, દાહોદ, મહીસાગર,દમણ, દાદરનાગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયકોનિક સર્ક્યુલેશન અને ટ્રક પસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત માવઠાની સાથે સાથે રાજયમાં ઠંડીનો પણ ચમકારો જોવા મળ્યો છે.નલિયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.ભુજમાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી,અમરેલીમાં 13.6 ડિગ્રી, કેશોદમાં 12.7 ડિગ્રી,અમદાવાદમાં 18.6 ડિગ્રી,ગાંધીનગરમાં 17.8 ડિગ્રી,પોરબંદરમાં 14.6 ડિગ્રી, ડિસામાં 15.3 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.5 ડિગ્રી,વેરાવળમાં 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.  

Gujarat Weather : રાજયમાં 4 જિલ્લાઓમા કરા સાથે ભારે વરસાદની કરાઈ આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત હવામાન વિભાગે રાજયમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે,જેમાં રાજયમાં કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે સાથે સાથે 4 જિલ્લાઓમાં કરા અને વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે.બનાસકાંઠા, સાબરકાંઠા,નર્મદા અને અરવલ્લીમાં અપાયું છે ઓરેન્જ એલર્ટ તો રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે.

કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ખેડા, આણંદ, અરવલ્લી,પંચમહાલ, દાહોદ, મહીસાગર,દમણ, દાદરનાગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયકોનિક સર્ક્યુલેશન અને ટ્રક પસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત

માવઠાની સાથે સાથે રાજયમાં ઠંડીનો પણ ચમકારો જોવા મળ્યો છે.નલિયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.ભુજમાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી,અમરેલીમાં 13.6 ડિગ્રી, કેશોદમાં 12.7 ડિગ્રી,અમદાવાદમાં 18.6 ડિગ્રી,ગાંધીનગરમાં 17.8 ડિગ્રી,પોરબંદરમાં 14.6 ડિગ્રી, ડિસામાં 15.3 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.5 ડિગ્રી,વેરાવળમાં 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.