Gujarat Weather: અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, શહેર અને જિલ્લા પરથી વરસાદનું રેડ એલર્ટ હટ્યું

Jul 24, 2026 - 23:00
Gujarat Weather: અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, શહેર અને જિલ્લા પરથી વરસાદનું રેડ એલર્ટ હટ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદની આફત વેઠી રહેલા અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના નાઉકાસ્ટ બુલેટીન મુજબ અમદાવાદ જિલ્લામાંથી રેડ અલર્ટ હટાવી લેવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે જાહેર કરેલી આગાહી અનુસાર, અમદાવાદ માટે હવે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ અલર્ટ હેઠળ પણ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તો દર્શાવવામાં આવી જ છે. પરંતુ રેડ અલર્ટ હટતાં તંત્ર અને નાગરિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

બીજી તરફ રાજ્યના અન્ય ભાગોમાં હજુ પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી સાથે રેડ અલર્ટ'યથાવત રાખ્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર , ખેડા , આણંદ , મહિસાગર, પંચમહાલ, વડોદરા, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

11 ઇંચ અવિરત વરસાદથી આખું અમદાવાદ પાણીમાં ગરકાવ

શહેરમાં માત્ર કેટલાક જ કલાકોમાં 11 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસી જતાં અમદાવાદ આખું જળબંબાકાર બની ગયું હતું. મુખ્ય માર્ગો, અંડરપાસ, નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં કમરડૂબ પાણી ભરાઈ ગયા હતા. અચાનક ખાબકેલા આ ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને હજારો નાગરિકો રસ્તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં અટવાઈ પડ્યા હતા.હવામાન નિષ્ણાતોના મતે, અરબી સમુદ્ર અને વાતાવરણમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અપેક્ષા કરતાં વધુ મજબૂત બની ગઈ હતી. સિસ્ટમની તીવ્રતા ક્ષણવારમાં વધી જતાં અમદાવાદ પર વાદળોનું મોટું ઝૂંડ જમા થઈ ગયું હતું, જેને કારણે આટલો ભયાનક વરસાદ પડ્યો હતો. 

આ પણ વાંચોઃ Ahmedabad Rain Update: હવામાન વિભાગની આગાહી ખોટી પડી, યલો એલર્ટ સામે ખાબક્યો 10 ઇંચ વરસાદ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0