Gujarat Weather: અમદાવાદ-રાજકોટમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર, મનપાએ કરી અપીલ

કાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની આગાહી શહેરીજનોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ કામ વગર ઘરની બહાર ન નીકળવા મનપાની સલાહ અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કાળઝાળ ગરમીને લઈ અમદાવાદ મનપાએ અપીલ કરી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવુ જોઇએ. કાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની આગાહી છે. જેમાં શહેરીજનોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ છે. મનપાએ શહેરમાં રેડએલર્ટ જારી કર્યું આવતીકાલે શહેરમાં રેડ એલર્ટ રહેશે જેમાં તાપમાન 45 ડિગ્રી પાર રહેશે. રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં મનપાએ શહેરમાં રેડએલર્ટ જારી કર્યું છે. આગામી 5 દિવસ માટે રાજકોટમાં રેડએલર્ટ જાહેર કરાયુ છે. તેમજ મનપા દ્વારા ગરમીને લઈ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. તેમાં લોકોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ છે. હાઇડ્રેટેડ રહો: * જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ. * મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો. * ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ/લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો * મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી. શરીરને ઢાંકેલું રાખો: • મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા,વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો. • તમારું માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલ નો ઉપયોગ કરો. • તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો. બને તેટલું ઘરની અંદર રહો: • હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો. • સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરો: દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધરાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ. ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો કોના માટે વધુ જોખમકારક છે ? • નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વૃદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરહોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ. અન્ય સાવચેતીઓ રાખો: • એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. • તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો. • શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો. આટલું ના કરો * તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે. * બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાલીપ્રવૃત્તિઓ ટાળો. * ખુલ્લા પગે બહાર ન જાવ. * ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો. * આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે. * વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ. * પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે. હિટ સ્ટ્રોકનાં લક્ષણો * શરીરનાંતાપમાનમાંવધારો. * ગભરામણ થવી. * ઉલટી -ઉબકા થવા * પરસેવો બંધ થવો. * અમુક સંજોગોમાં બેભાન થવું. જો કોઈ વ્યક્તિને હીટસ્ટ્રોકની અસરથાય ત્યારે નીચે દર્શાવ્યા મુજબના પગલા ત્વરીત લેવામાં આવે તો ખુબ જ અસરકારક છે. જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો. ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું. વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો. શક્ય હોય તો ઓ.આર.એસ.નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું જોઇએ. 

Gujarat Weather: અમદાવાદ-રાજકોટમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર, મનપાએ કરી અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની આગાહી
  • શહેરીજનોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ
  • કામ વગર ઘરની બહાર ન નીકળવા મનપાની સલાહ

અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કાળઝાળ ગરમીને લઈ અમદાવાદ મનપાએ અપીલ કરી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવુ જોઇએ. કાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની આગાહી છે. જેમાં શહેરીજનોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ છે.

મનપાએ શહેરમાં રેડએલર્ટ જારી કર્યું

આવતીકાલે શહેરમાં રેડ એલર્ટ રહેશે જેમાં તાપમાન 45 ડિગ્રી પાર રહેશે. રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં મનપાએ શહેરમાં રેડએલર્ટ જારી કર્યું છે. આગામી 5 દિવસ માટે રાજકોટમાં રેડએલર્ટ જાહેર કરાયુ છે. તેમજ મનપા દ્વારા ગરમીને લઈ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. તેમાં લોકોને ગરમીથી સાવચેત રહેવા મનપાની અપીલ છે.

હાઇડ્રેટેડ રહો:

* જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ.

* મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો.

* ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ORS)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ/લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો

* મોસમી ફળો અને શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી.

શરીરને ઢાંકેલું રાખો:

• મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા,ઢીલા,વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરો.

• તમારું માથું ઢાંકેલું રાખો, સૂર્યપ્રકાશનાં સીધા સંપર્કમાં આવવા દરમિયાન છત્રી, ટોપી, ટુવાલ નો ઉપયોગ કરો.

• તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરો.

બને તેટલું ઘરની અંદર રહો:

• હવાની અવરજવર વાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહો.

• સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરો: દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધરાખો, ખાસ કરીને તમારા ઘરની સૂર્ય તરફ ની બાજુ. ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખોલો. જો બહાર જવાનું હોય, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત કરો

કોના માટે વધુ જોખમકારક છે ?

• નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, વૃદ્ધ લોકો, અન્ય બીમારી જેવી કે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરહોય તેવા લોકોની ખાસ કાળજી લેવી જોઈએ.

અન્ય સાવચેતીઓ રાખો:

• એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઇએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ.

• તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે સુતી વખતે બારીઓ ખુલ્લી રાખો.

• શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો.

આટલું ના કરો

* તડકામાં બહાર નીકળવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12:00 થી 03:00 વાગ્યાની વચ્ચે.

* બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાલીપ્રવૃત્તિઓ ટાળો.

* ખુલ્લા પગે બહાર ન જાવ.

* ઉનાળાના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખોલો.

* આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળોજે વાસ્તવમાં, શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે.

* વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.

* પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

હિટ સ્ટ્રોકનાં લક્ષણો

* શરીરનાંતાપમાનમાંવધારો.

* ગભરામણ થવી.

* ઉલટી -ઉબકા થવા

* પરસેવો બંધ થવો.

* અમુક સંજોગોમાં બેભાન થવું.

જો કોઈ વ્યક્તિને હીટસ્ટ્રોકની અસરથાય ત્યારે નીચે દર્શાવ્યા મુજબના પગલા ત્વરીત લેવામાં આવે તો ખુબ જ અસરકારક છે. જો શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો. ત્વચાના મોટા ભાગોમાં અથવા કપડાં પર ઠંડુ પાણી લગાવવું. વ્યક્તિને શક્ય તેટલો પવન નાખો. શક્ય હોય તો ઓ.આર.એસ.નું દ્રાવણ અથવા લીંબુ પાણી આપવું જોઇએ.