Gujarat Weather News: રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસાની ઋતુએ વધુ એક વખત જોર પકડ્યું છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં એકસાથે 6 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે.આ સાયક્લોનિક સરક્યુલેશન અને વરસાદી સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવ હેઠળ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની તીવ્ર સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે.આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ કલાકના 30થી 40 કિલોમીટર સુધી પહોંચી શકે છે.વરસાદના જોખમને જોતાં દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે.સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સરહદી જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે.હવામાન વિભાગે તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, નવસારી તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે મુસળધાર વરસાદની સંભાવના હોવાથી યલો એલર્ટ જાહેર કરાયું છે.
લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી
હવામાન વિભાગના બુલેટિન અનુસાર, યલો એલર્ટ ધરાવતા વિસ્તારો સિવાય પણ રાજ્યના મોટાભાગના ભાગોમાં મેઘરાજા મહેરબાન રહેશે.ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદ વરસશે. આ સાથે જ મધ્ય અને પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર અને ભરૂચ જિલ્લાઓમાં પણ વિધિવત રીતે સાર્વત્રિક વરસાદી ઝાપટાં અને ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.સતત વધી રહેલી વરસાદી સિસ્ટમ્સને પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ નદી-નાળાઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

