Gujarat Weather : રાજયમા વરસાદની શકયતા નહિવત, શહેરીજનોને ગરમીનો થશે અહેસાસ
હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાંથી વરસાદનું સંકટ દૂર થયું છે.રાજયમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.સાથે સાથે રાજયમાં હવે વરસાદ પડવાની શકયતાઓ નહિવત છે,સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.ગુજરાતમાં સાયક્લોનની અસર હાલ નહીં થાય. રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે. ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના તાલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવણ રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમની ગુજરાત પર અસર નહીં થાય છે. બંગાળની ખાડીમાં આજે ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં થાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે,હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજયમાંથી વરસાદનું સંકટ દૂર થયું છે.રાજયમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.સાથે સાથે રાજયમાં હવે વરસાદ પડવાની શકયતાઓ નહિવત છે,સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.ગુજરાતમાં સાયક્લોનની અસર હાલ નહીં થાય.
રાજ્યમાં ગરમીનો અનુભવ કરવો પડશે
રાજયમાંથી વરસાદનું સંકટ ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે,ત્યારે રાજયમાં તાપમાનમાં વધારો થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે,બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે તો વહેલી સવારે ગુલાબી ઠંડીનો ધીરે ધીરે અહેસાસ થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયકલોનમાં પરિવર્તિત થઈ છે.ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ છે જેના કારણે હજી એક-બે દિવસ દક્ષિણ ગુજરાત પરના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડે તેવી સંભાવના છે. આ માવઠું ભારે નહીં હોય પરંતુ હળવા છાંટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ મોટા વરસાદની કોઈ આગાહી નથી. અહીં ક્યાંક ક્યાંક હળવું ઝાપટું પડવાની શક્યતા છે.
ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના તાલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવણ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમની ગુજરાત પર અસર નહીં થાય છે. બંગાળની ખાડીમાં આજે ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં થાય.