Gujarat Weather : રાજયમાં કડકડતી ઠંડીનો અહેસાસ, લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો

રાજયભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે.પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે રાજયમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી નીચું નોંધાયું છે.રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,તો ગાંધીનગર અને મહેસાણામાં 14-14 ડિગ્રી તાપમાન નોંધાયું છે,કચ્છ અને અમરેલીમાં 14-14 ડિગ્રી તાપમાન નોંધાયું છે,ડીસા અને પાલનપુરમાં 14-14 ડિગ્રી તાપમાન,વડોદરામાં 14.2, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આગામી સમયમાં હજી વધશે ઠંડી ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી. ગરમીમાં સવા બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 27.5 થી 29.9 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેને લઇ સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. ત્યાર બાદ 4 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા હોઇ ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે 22 ડિસેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.વામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. શીત લહેરના સમયે આટલું અવશ્ય કરો જો જરૂરી ન હોય તો ઠંડીમાં બહાર જવાનું ટાળો (ખાસ કરીને વૃદ્ધો અને બાળકો), પુરતા ગરમ કપડાં પહેરો, હાથ-મોજા, પગરખાં, મોજાં, ટોપી અથવા મફલરનો ઉપયોગ કરો, આંખોને ઠંડીથી બચાવવા માટે બહાર નીકળતી વખતે ચશ્માનો ઉપયોગ કરો, રૂમને ગરમ રાખવા માટે ઘરમાં હીટર, બ્લોઅર વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવધાની અને તકેદારી રાખવી, શક્ય તેટલું ગરમ અને નવશેકું પાણી પીવો, ઠંડો ખોરાક ખાવાનું અને ઠંડા - પીણા પીવાના ટાળો, શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો અને વિટામિન-સીથી ભરપુર ફળો અને શાકભાજી ખાઓ અને વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો.  

Gujarat Weather : રાજયમાં કડકડતી ઠંડીનો અહેસાસ, લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ગયો છે.પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે રાજયમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી નીચું નોંધાયું છે.રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે,તો ગાંધીનગર અને મહેસાણામાં 14-14 ડિગ્રી તાપમાન નોંધાયું છે,કચ્છ અને અમરેલીમાં 14-14 ડિગ્રી તાપમાન નોંધાયું છે,ડીસા અને પાલનપુરમાં 14-14 ડિગ્રી તાપમાન,વડોદરામાં 14.2, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી સમયમાં હજી વધશે ઠંડી

ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી. ગરમીમાં સવા બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 27.5 થી 29.9 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેને લઇ સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. ત્યાર બાદ 4 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા હોઇ ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે.

ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે

પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે 22 ડિસેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.વામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

શીત લહેરના સમયે આટલું અવશ્ય કરો

જો જરૂરી ન હોય તો ઠંડીમાં બહાર જવાનું ટાળો (ખાસ કરીને વૃદ્ધો અને બાળકો), પુરતા ગરમ કપડાં પહેરો, હાથ-મોજા, પગરખાં, મોજાં, ટોપી અથવા મફલરનો ઉપયોગ કરો, આંખોને ઠંડીથી બચાવવા માટે બહાર નીકળતી વખતે ચશ્માનો ઉપયોગ કરો, રૂમને ગરમ રાખવા માટે ઘરમાં હીટર, બ્લોઅર વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવધાની અને તકેદારી રાખવી, શક્ય તેટલું ગરમ અને નવશેકું પાણી પીવો, ઠંડો ખોરાક ખાવાનું અને ઠંડા - પીણા પીવાના ટાળો, શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો અને વિટામિન-સીથી ભરપુર ફળો અને શાકભાજી ખાઓ અને વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો.