Gujarat Weather: ગુજરાત ઠંડુગાર, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી

રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું. નલિયા 7.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી. રાજકોટમાં 9.3, અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન. કેશોદમાં 9.9, પોરબંદરમાં 10.5 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 14.8, ગાંધીનગરમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.5, વડોદરામાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.8, મહુવામાં 13.3 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 14.4, સુરતમાં 15.2 ડિગ્રી, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે. રાજકોટ-પોરબંદરમાં કોલ્ડવેવ અને ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ નોંધાઈ રહી છે. ક્યાંક તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે ને ઠંડી તેના જૂના રેકોર્ડ પણ તોડી રહી છે તો ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત છે. હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે અને તેમાં પણ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ અને ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત ઉત્તર અને મધ્યમ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થશે. જોકે, કચ્છમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધી શકે તો કચ્છમાં ઘટી શકે હાલ ઉત્તર ભારતમાં સ્થિત કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે, જે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે એવો નિર્દેશ આપી રહ્યા છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ભારતના ભાગોમાં ઠંડી અને હિમવર્ષાનું પ્રમાણ પણ આ વર્ષે સારી માત્રામાં રહ્યું છે. બીજી તરફ રાજસ્થાન અને પાકિસ્તાનમાં વાતાવરણના ઉપલા સ્તરમાં એન્ટી સાઈસર રચાયું છે, જેના કારણે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ખેંચાઈ રહ્યું છે, જેની અસર કચ્છ સુધી પણ પહોંચી છે. આ એન્ટી સાઈસરની અસરના કારણે જ કચ્છમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીનું જોર ઘટ્યું છે. પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર જોકે, આ એન્ટી સાઈસરની અસર ઉત્તર ભારતને થઈ નથી. ઉત્તર ભારતના ઠંડા પવનો સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રના જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સમાં ઘટાડો નોંધાઈ શકે છે. આ ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે મહત્વનું છે કે, સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ સમતલ રહેતું હોય છે એટલે કે ત્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ સામાન્ય રહેતું હોય છે પરંતુ, આ વખતે દરિયાકાંઠે આવેલા પોરબંદર જિલ્લામાં પણ ઠંડીનું જોર વધ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ ઉત્તર-પૂર્વ તરફથી હિમાલયના હિમવર્ષા બાદના ઠંડા પવનોનું ગુજરાત તરફનું આગમન છે. તેના કારણે જ સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે. હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્રની ધરા ઠંડા પવનોને કારણે થીજી જવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Weather: ગુજરાત ઠંડુગાર, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું. નલિયા 7.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી. રાજકોટમાં 9.3, અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન. કેશોદમાં 9.9, પોરબંદરમાં 10.5 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 14.8, ગાંધીનગરમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.5, વડોદરામાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.8, મહુવામાં 13.3 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 14.4, સુરતમાં 15.2 ડિગ્રી, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે.

રાજકોટ-પોરબંદરમાં કોલ્ડવેવ અને ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર

ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ નોંધાઈ રહી છે. ક્યાંક તાપમાનનો પારો નીચે ગગડતો જાય છે ને ઠંડી તેના જૂના રેકોર્ડ પણ તોડી રહી છે તો ક્યાંક ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત છે. હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે અને તેમાં પણ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ અને ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત ઉત્તર અને મધ્યમ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થશે. જોકે, કચ્છમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધી શકે તો કચ્છમાં ઘટી શકે

હાલ ઉત્તર ભારતમાં સ્થિત કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે, જે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે એવો નિર્દેશ આપી રહ્યા છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ભારતના ભાગોમાં ઠંડી અને હિમવર્ષાનું પ્રમાણ પણ આ વર્ષે સારી માત્રામાં રહ્યું છે. બીજી તરફ રાજસ્થાન અને પાકિસ્તાનમાં વાતાવરણના ઉપલા સ્તરમાં એન્ટી સાઈસર રચાયું છે, જેના કારણે વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ખેંચાઈ રહ્યું છે, જેની અસર કચ્છ સુધી પણ પહોંચી છે. આ એન્ટી સાઈસરની અસરના કારણે જ કચ્છમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીનું જોર ઘટ્યું છે.

પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલ્લો એલર્ટ જાહેર

જોકે, આ એન્ટી સાઈસરની અસર ઉત્તર ભારતને થઈ નથી. ઉત્તર ભારતના ઠંડા પવનો સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે, જેથી સૌરાષ્ટ્રના જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સમાં ઘટાડો નોંધાઈ શકે છે. આ ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે

મહત્વનું છે કે, સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ સમતલ રહેતું હોય છે એટલે કે ત્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ સામાન્ય રહેતું હોય છે પરંતુ, આ વખતે દરિયાકાંઠે આવેલા પોરબંદર જિલ્લામાં પણ ઠંડીનું જોર વધ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ ઉત્તર-પૂર્વ તરફથી હિમાલયના હિમવર્ષા બાદના ઠંડા પવનોનું ગુજરાત તરફનું આગમન છે. તેના કારણે જ સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે. હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્રની ધરા ઠંડા પવનોને કારણે થીજી જવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.