Gujarat Weather : ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે પડી શકે છે વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવમાં આવી છે, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના
અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, આણંદ, ખેડા, ભરૂચ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ખેડૂતો તેમની જણસી સલામત સ્થળે ખસેડે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબકયો છે, ભાવનગરના મહુવામાં 7.68 ઇંચ વરસાદ, સિહોરમાં 5 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ વરસાદ, જાફરાબાદમાં 3.74 ઇંચ, ઉનામાં 3.66 ઇંચ, ઉમરપાડામાં 3.66 ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, રાજુલામાં 3 ઇંચ, પાલીતાણામાં 3 ઇંચ, ડેડિયાપાડામાં 2.91 ઇંચ, ભાવનગરમાં 2.83 ઇંચ, જેસરમાં 2.64 ઇંચ, સાગબારામાં 2.44 ઇંચ, કોડિનારમાં 2.44 ઇંચ, ગારીયાધારમાં 2.32 ઇંચ, જલાલપોરમાં 2.17 ઇંચ, ઉમરાળામાં 2.13 ઇંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે. ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી
IMD એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાતી તોફાનની પ્રવૃત્તિ જોઈ છે, જેના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે, IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનવાની ધારણા છે, જે વધુ તીવ્ર બનશે અને 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. માછીમારોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર રચાયેલ આ ડિપ્રેશન ૧૨ કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે ગોવાથી આશરે ૪૫૦ કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી ૪૩૦ કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ ભારતીય દરિયાકાંઠા પર આ સમયે તેની કોઈ મોટી અસર થશે નહીં. જોકે, દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

