Gujarat Water Crisis : રાજયના 207 જળાશયોમાં પાણીના તળ 50%થી નીચે

207 જળાશયોમાં માત્ર 42.94% જ જળ સંગ્રહ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.36% જળ સંગ્રહ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.21% જળ સંગ્રહ મે માસ પુરો થવા આવ્યો છે અને કાળઝાળ ગરમી ઓછી થઈ રવાનું નામ નથી લઈ રહ્યું છે,ત્યારે ગુજરાતના જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી નીચે ગયો છે,ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ પાણીની તંગી સામે ઝઝૂમવાની સ્થિતિ સર્જાઇ શકે છે, કેમકે હાલમાં રિપોર્ટ પ્રમાણે, રાજ્યના જળાશળોના જળસ્તરોમાં ઉનાળાની સિઝનમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે. શું છે જળાશયોની સ્થિતિ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% જળ સંગ્રહ છે,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 17.33% જળ સંગ્રહ,કચ્છના 20 જળાશયોમાં 29.98% જળ સંગ્રહ,સરદાર સરોવર ડેમમાં 55.17% જળ સંગ્રહ છે તો 86 ડેમ મા 10% કરતા ઓછુ પાણી બાકી રહ્યું છે.આગામી દિવસોમાં, ખાસ કરીને ઉનાળામાં ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે. અત્યારે રાજ્યના પાંચ જળાશયો ખાલીખમ છે, તો વળી, 36 જળાશયોમાં 10 ટકાથી ઓછો જળસંગ્રહ છે. પાકને લઈ ખેડૂતોની ચિંતા વધી ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 34.13 ટકા પાણી ઉપલબ્ધ છે. ત્યારે પીવાનાં પાણીની સ્થિતિે પહોંચી વળવા માટે તેમજ સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની શક્યતા છે. ખેડા જીલ્લામાં 14 ટકા, સુરતમાં 15 ટકા, અમરેલીમાં 18, બોટાદમાં 23 ટકા જ્યારે જામનગરમાં 18 ટકા પાણી છે. આ તમામ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં સૌથી વધુ, ડાંગમાં ઓછું વાવેતર બનાસકાંઠામાં સૌથી વધારે 3 લાખ હેક્ટરમાં વાવેતર છે. જેમાં 1.69 લાખ હેક્ટરમાં બાજરી છે. અન્ય એક પણ જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર નથી. આણંદ જિલ્લામાં 73 હજાર હેક્ટર, જૂનાગઢમાં 55 હજાર હેક્ટર વાવેતર છે. ડાંગ જિલ્લામાં 2000 હેક્ટર, નર્મદા જિલ્લામાં 3800 હેક્ટર, દ્વારકામાં 4600 હેક્ટર, વલસાડમાં 5700 હેક્ટર વિસ્તારમાં ઉનાળું વાવેતર છે. ગાઇડલાઇન મુજબ પીવાનું પાણી પૂરું પાડવા પ્રાથમિકતા ગાઇડલાઇન મુજબ પીવાનું પાણી પૂરું પાડવા પ્રાથમિકતા આપી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઇ ડેમમાં શિયાળુ પાક માટે પાણી અપાયું હતું. 50 હજાર હેકટર જેટલી જમીનમાં ઉનાળુ પાક માટે પણ પાણી આપ્યું છે. હવે ડેમની સ્થિતિ જોતા પીવાના પાણીની સમસ્યાને પહોંચવાની કામગીરી કરાશે. 

Gujarat Water Crisis : રાજયના 207 જળાશયોમાં પાણીના તળ 50%થી નીચે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 207 જળાશયોમાં માત્ર 42.94% જ જળ સંગ્રહ
  • ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.36% જળ સંગ્રહ
  • મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.21% જળ સંગ્રહ

મે માસ પુરો થવા આવ્યો છે અને કાળઝાળ ગરમી ઓછી થઈ રવાનું નામ નથી લઈ રહ્યું છે,ત્યારે ગુજરાતના જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી નીચે ગયો છે,ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ પાણીની તંગી સામે ઝઝૂમવાની સ્થિતિ સર્જાઇ શકે છે, કેમકે હાલમાં રિપોર્ટ પ્રમાણે, રાજ્યના જળાશળોના જળસ્તરોમાં ઉનાળાની સિઝનમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

શું છે જળાશયોની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% જળ સંગ્રહ છે,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 17.33% જળ સંગ્રહ,કચ્છના 20 જળાશયોમાં 29.98% જળ સંગ્રહ,સરદાર સરોવર ડેમમાં 55.17% જળ સંગ્રહ છે તો 86 ડેમ મા 10% કરતા ઓછુ પાણી બાકી રહ્યું છે.આગામી દિવસોમાં, ખાસ કરીને ઉનાળામાં ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે. અત્યારે રાજ્યના પાંચ જળાશયો ખાલીખમ છે, તો વળી, 36 જળાશયોમાં 10 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

પાકને લઈ ખેડૂતોની ચિંતા વધી

ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 34.13 ટકા પાણી ઉપલબ્ધ છે. ત્યારે પીવાનાં પાણીની સ્થિતિે પહોંચી વળવા માટે તેમજ સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની શક્યતા છે. ખેડા જીલ્લામાં 14 ટકા, સુરતમાં 15 ટકા, અમરેલીમાં 18, બોટાદમાં 23 ટકા જ્યારે જામનગરમાં 18 ટકા પાણી છે. આ તમામ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બનાસકાંઠામાં સૌથી વધુ, ડાંગમાં ઓછું વાવેતર

બનાસકાંઠામાં સૌથી વધારે 3 લાખ હેક્ટરમાં વાવેતર છે. જેમાં 1.69 લાખ હેક્ટરમાં બાજરી છે. અન્ય એક પણ જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર નથી. આણંદ જિલ્લામાં 73 હજાર હેક્ટર, જૂનાગઢમાં 55 હજાર હેક્ટર વાવેતર છે. ડાંગ જિલ્લામાં 2000 હેક્ટર, નર્મદા જિલ્લામાં 3800 હેક્ટર, દ્વારકામાં 4600 હેક્ટર, વલસાડમાં 5700 હેક્ટર વિસ્તારમાં ઉનાળું વાવેતર છે.

ગાઇડલાઇન મુજબ પીવાનું પાણી પૂરું પાડવા પ્રાથમિકતા

ગાઇડલાઇન મુજબ પીવાનું પાણી પૂરું પાડવા પ્રાથમિકતા આપી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઇ ડેમમાં શિયાળુ પાક માટે પાણી અપાયું હતું. 50 હજાર હેકટર જેટલી જમીનમાં ઉનાળુ પાક માટે પણ પાણી આપ્યું છે. હવે ડેમની સ્થિતિ જોતા પીવાના પાણીની સમસ્યાને પહોંચવાની કામગીરી કરાશે.