Gujarat University Policeની શી ટીમે પોલીટેકનિક કોલેજની વિધાર્થીનીઓને જાતીયસતામણીને લઈ માહિતગાર કર્યા

ગુજરાત યુનિવર્સિટી પોલીસની શી ટીમની અનોખી પહેલ ગર્લ્સ પોલીટેકનીક કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓને જાતીય સતામણીને લઈ આપી સમજણ સાયબર સુરક્ષા, તેમજ ૧૮૧ ,૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન વિશે માહિતગાર કર્યા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્રારા મહીલા પોલીટેકનિક કોલેજની વિધાર્થીનીઓને લઈ આજે એક પ્રોગામ ગોઠવ્યો હતો જેમાં વિધાર્થીનીઓને જાતીય સતામણી,સાયબર સુરક્ષા, તેમજ ૧૮૧ ,૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન વિશે માહિતગાર કર્યા હતા.તેમજ વિધાર્થીનીઓને નિર્ભયા એપ ડાઉનલોડ કરાવી માહિતગાર કરી હતી. મહિલાઓને મળશે વધુ સુરક્ષા 2300 કરોડ રૂપિયામાં 8 શહેરને પ્રોજેક્ટ રૂપે વહેંચવામાં આવ્યો છે,જેમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવે છે.અમદાવાદ પોલીસને આ માટે ખાસ રકમની ફાળવણી કરાઈ છે,જેમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા વધી જશે,હાલ શહેરમાં 80 કેમેરા લગાવ્યા છે,તો અગામી સમયમાં અલગ-અલગ જગ્યાએ નિરીક્ષણ કરીને કેમેરા લગાવવામાં આવશે,આ પ્રોજેક્ટ હેઠળ અમુક અમુક જગ્યાએ જ્યાં મહિલા અને યુવતીઓ માટે અસુરક્ષિત સ્થાન હોય તેવી જગ્યાએ વીડિયો બોક્સ મૂક્યા છે. મહીલા હેલ્પલાઈન 181 અભયમ હેલ્પલાઈન કોઈપણ પ્રકારની ઘરેલું હિંસા, શારીરિક, માનસિક અથવા જાતીય શોષણ માટે 24 કલાકની હેલ્પલાઈન છે. ગુજરાતની મહિલાઓ માટે અબાયા બનાવવા માટે 2014 માં રાજ્ય સરકારના પાયલોટ પ્રોજેક્ટ પછી, આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક 28 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો હતો. છેલ્લા આઠ વર્ષમાં 11.756 લાખથી વધુ મહિલાઓને સેવા આપનારી 181 અભયમ હેલ્પલાઈન કટોકટીના સમયમાં મહિલાઓની સાચી મદદગાર અને સાથી સાબિત થઈ છે. ગુજરાત પોલીસનો પ્રથમ પ્રોજેકટ જાણો રસ્તા પર રાતે ફરતી બહેન-દીકરીઓ હવે સુરક્ષા માટે આશ્વસ્ત બની શકે છે, કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં પરંતુ પોલીસ છે. અમદાવાદ પોલીસ આ વખતે બહેન-દીકરીઓ સિનિયર સિટિઝન અને નાનાં બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે. જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે. મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડિયોના આધારે તે વાત કરી શકશે.તો જેવો વિડીયો કોલ થશે એટલે નજીકના પોલીસ સ્ટેશનથી અધિકારી ત્યાં પહોચી જશે,અમદાવાદ પોલીસે આ પ્રોજેકટની કરી છે શરૂઆત

Gujarat University Policeની શી ટીમે પોલીટેકનિક કોલેજની વિધાર્થીનીઓને જાતીયસતામણીને લઈ માહિતગાર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત યુનિવર્સિટી પોલીસની શી ટીમની અનોખી પહેલ
  • ગર્લ્સ પોલીટેકનીક કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓને જાતીય સતામણીને લઈ આપી સમજણ
  • સાયબર સુરક્ષા, તેમજ ૧૮૧ ,૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન વિશે માહિતગાર કર્યા

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્રારા મહીલા પોલીટેકનિક કોલેજની વિધાર્થીનીઓને લઈ આજે એક પ્રોગામ ગોઠવ્યો હતો જેમાં વિધાર્થીનીઓને જાતીય સતામણી,સાયબર સુરક્ષા, તેમજ ૧૮૧ ,૧૦૯૧ મહિલા હેલ્પ લાઇન વિશે માહિતગાર કર્યા હતા.તેમજ વિધાર્થીનીઓને નિર્ભયા એપ ડાઉનલોડ કરાવી માહિતગાર કરી હતી.

મહિલાઓને મળશે વધુ સુરક્ષા

2300 કરોડ રૂપિયામાં 8 શહેરને પ્રોજેક્ટ રૂપે વહેંચવામાં આવ્યો છે,જેમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવે છે.અમદાવાદ પોલીસને આ માટે ખાસ રકમની ફાળવણી કરાઈ છે,જેમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા વધી જશે,હાલ શહેરમાં 80 કેમેરા લગાવ્યા છે,તો અગામી સમયમાં અલગ-અલગ જગ્યાએ નિરીક્ષણ કરીને કેમેરા લગાવવામાં આવશે,આ પ્રોજેક્ટ હેઠળ અમુક અમુક જગ્યાએ જ્યાં મહિલા અને યુવતીઓ માટે અસુરક્ષિત સ્થાન હોય તેવી જગ્યાએ વીડિયો બોક્સ મૂક્યા છે.


મહીલા હેલ્પલાઈન

181 અભયમ હેલ્પલાઈન કોઈપણ પ્રકારની ઘરેલું હિંસા, શારીરિક, માનસિક અથવા જાતીય શોષણ માટે 24 કલાકની હેલ્પલાઈન છે. ગુજરાતની મહિલાઓ માટે અબાયા બનાવવા માટે 2014 માં રાજ્ય સરકારના પાયલોટ પ્રોજેક્ટ પછી, આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક 28 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો હતો. છેલ્લા આઠ વર્ષમાં 11.756 લાખથી વધુ મહિલાઓને સેવા આપનારી 181 અભયમ હેલ્પલાઈન કટોકટીના સમયમાં મહિલાઓની સાચી મદદગાર અને સાથી સાબિત થઈ છે.

ગુજરાત પોલીસનો પ્રથમ પ્રોજેકટ જાણો

રસ્તા પર રાતે ફરતી બહેન-દીકરીઓ હવે સુરક્ષા માટે આશ્વસ્ત બની શકે છે, કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં પરંતુ પોલીસ છે. અમદાવાદ પોલીસ આ વખતે બહેન-દીકરીઓ સિનિયર સિટિઝન અને નાનાં બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે. જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે. મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડિયોના આધારે તે વાત કરી શકશે.તો જેવો વિડીયો કોલ થશે એટલે નજીકના પોલીસ સ્ટેશનથી અધિકારી ત્યાં પહોચી જશે,અમદાવાદ પોલીસે આ પ્રોજેકટની કરી છે શરૂઆત