Gujarat Tableauના કલાકારો સાથે CMની મુલાકાત, ત્રીજું સ્થાન મેળવવા બદલ આપ્યા અભિનંદન

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલા ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી.ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઈસ' કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ.બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક જિગર ખુંટ સહિત માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના "આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ" ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઈસ' કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે. ગુજરાતના સૌ નાગરીકોને અભિનંદન પાઠવ્યા તમને જણાવી દઈએ કે 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો "આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ"ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા હતા. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરીકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે. 2023માં ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત ટેબ્લો થીમ હતી ગુજરાત સરકારના માહિતી વિભાગે આ પરેડમાં પ્રસ્તુત કરેલા ટેબ્લો ‘આર્નતપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’ને સૌથી વધુ વોટ જનતા જનાર્દને આપ્યા છે. આ વિશાળ સંખ્યાના વોટિંગથી ગુજરાતના ટેબ્લો પોપ્યુલર ચોઇસમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યો છે. ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાને પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.

Gujarat Tableauના કલાકારો સાથે CMની મુલાકાત, ત્રીજું સ્થાન મેળવવા બદલ આપ્યા અભિનંદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલા ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી.

ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઈસ' કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ.બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક જિગર ખુંટ સહિત માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના "આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ" ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઈસ' કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે.

ગુજરાતના સૌ નાગરીકોને અભિનંદન પાઠવ્યા

તમને જણાવી દઈએ કે 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો "આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ"ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા હતા. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરીકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે.

2023માં ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત ટેબ્લો થીમ હતી

ગુજરાત સરકારના માહિતી વિભાગે આ પરેડમાં પ્રસ્તુત કરેલા ટેબ્લો ‘આર્નતપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’ને સૌથી વધુ વોટ જનતા જનાર્દને આપ્યા છે. આ વિશાળ સંખ્યાના વોટિંગથી ગુજરાતના ટેબ્લો પોપ્યુલર ચોઇસમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યો છે. ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાને પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.