Gujarat Rain Update: રાત્રે 8 વાગ્યા સુધીમાં 156 તાલુકામાં જળબંબાકાર, જાણો કયા કેટલો વરસાદ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર રાજ્યમાં ચોમાસું સમગ્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારથી શરૂ થયેલો વરસાદ રાત્રે 8 વાગ્યા સુધીમાં પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યના 156 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું
ચોમાસાની આ ઇનિંગમાં સૌથી ભયાનક સ્થિતિ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી છે. જૂનાગઢના માંગરોળ તાલુકામાં જાણે આભ ફાટ્યું હોય તેમ રાત્રે 8 વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 19.61 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. માંગરોળની પાછળ-પાછળ માળિયા હાટીના તાલુકામાં પણ 13.98 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી-નાળાઓ ઉભરાઈ ગયા છે અને રસ્તાઓ વહેતી નદીમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત મેંદરડામાં 12.48 ઈંચ અને કેશોદમાં 12.17 ઈંચ વરસાદે ભારે તારાજી સર્જી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘતાંડવ
સૌરાષ્ટ્રની સાથોસાથ દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ બાનમાં લીધું છે. ડાંગ જિલ્લાના વઘઈમાં 13.31 ઈંચ અને સુબિરમાં 12.8 ઈંચ અતિભારે વરસાદ નોંધાયો છે, જ્યારે ડાંગ તાલુકામાં 8.66 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના અંબિકા વિસ્તારમાં 13.19 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. તાપી જિલ્લાના ડોલવણમાં 11.61 ઈંચ, વાલોડમાં 9.17 ઈંચ અને વ્યારામાં 7.01 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં પણ વાંસદામાં 9.72 ઈંચ, ચિખલીમાં 9.57 ઈંચ અને ગણદેવીમાં 8.31 ઈંચ વરસાદ સાથે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.

વરસાદના આંકડાનું વિશ્લેષણ
રાજ્યમાં વરસાદની તીવ્રતા એટલી વધારે છે કે, માત્ર થોડા જ કલાકોમાં અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આજના આંકડાઓ પર નજર કરીએ તો 8 તાલુકા એવા છે, જ્યાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 11 તાલુકામાં 9 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. 14 તાલુકામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. 16 તાલુકામાં 7 ઈંચ કરતા વધુ વરસાદે ધબધબાટી બોલાવી છે. વલસાડ તાલુકામાં પણ 8.15 ઈંચ અને ગીરસોમનાથના વેરાવળમાં 7.5 ઈંચ વરસાદ નોંધાતા તંત્રને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

