Gujarat Rain: રાજ્યના 158 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ

સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ નોંધાયોભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, ગરુડેશ્વર-નાંદોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આજે સમગ્ર દિવસ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ઠેરઠેર વરસાદ વરસ્યો છે. ત્યારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે અને વરસાદના પગલે તમામ નદી-નાળા પાણીથી છલકાય ઉઠ્યા છે. 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આ સાથે જ ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ, ભરુચના ગરુડેશ્વર-નાંદોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ, ત્યારે પાંચ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 29 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ, ત્યારે 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો ભરૂચમાં ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં આઠ ઈંચ વરસાદ વરસતા ઘાણીખુટ કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે હાલમાં ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કરજણ નદીમાં ઘાણીખુટ ગામે લાખો સહેલાણીઓ ધારીયાધોધ ખાતે આવતા હોય છે. ત્યારે સહેલાણીઓ માટે ધોધ પર આવવા માટે મનાઈ ફરમાવાઈ દેવામાં આવી છે અને હાલમાં ધોધનું વિકરાળ રૂવરૂપ જોવા મળ્યું છે. નદી નાળા છલકાયા, અનેક ગામ થયા સંપર્કવિહોણા તમને જણાવી દઈએ કે ધોધમાર વરસાદને પગલે વિસ્તારના નદી નાળા છલકાયા છે અને નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે વરસાદના કારણે મોવી ગામનો બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા બન્યા છે અને લોકો જોખમી રીતે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદમાં મેઘરાજાની જમાવટ આણંદ જિલ્લાના પેટલાદ અને તારાપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પેટલાદ અને તારાપુર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. જોકે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા સ્થાનિકો અને વેપારધંધાવાળાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Gujarat Rain: રાજ્યના 158 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ નોંધાયો
  • ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, ગરુડેશ્વર-નાંદોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ

આજે સમગ્ર દિવસ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ઠેરઠેર વરસાદ વરસ્યો છે. ત્યારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે અને વરસાદના પગલે તમામ નદી-નાળા પાણીથી છલકાય ઉઠ્યા છે.

117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ

આ સાથે જ ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ, ભરુચના ગરુડેશ્વર-નાંદોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ, ત્યારે પાંચ તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 29 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ, ત્યારે 117 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો

ભરૂચમાં ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં આઠ ઈંચ વરસાદ વરસતા ઘાણીખુટ કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે હાલમાં ધારીયાધોધ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કરજણ નદીમાં ઘાણીખુટ ગામે લાખો સહેલાણીઓ ધારીયાધોધ ખાતે આવતા હોય છે. ત્યારે સહેલાણીઓ માટે ધોધ પર આવવા માટે મનાઈ ફરમાવાઈ દેવામાં આવી છે અને હાલમાં ધોધનું વિકરાળ રૂવરૂપ જોવા મળ્યું છે.

નદી નાળા છલકાયા, અનેક ગામ થયા સંપર્કવિહોણા

તમને જણાવી દઈએ કે ધોધમાર વરસાદને પગલે વિસ્તારના નદી નાળા છલકાયા છે અને નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે વરસાદના કારણે મોવી ગામનો બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા બન્યા છે અને લોકો જોખમી રીતે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આણંદમાં મેઘરાજાની જમાવટ

આણંદ જિલ્લાના પેટલાદ અને તારાપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પેટલાદ અને તારાપુર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. જોકે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા સ્થાનિકો અને વેપારધંધાવાળાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.