Gujarat Railway News: સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ, નિયમિત અને એક્સ્ટ્રા ટ્રેનોમાં પણ બુકિંગ ફૂલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યાં છે. ત્યારે ઉત્તર ભારતમાં દિવાળી અને છઠપૂજાનું વધુ મહત્વ હોવાથી સુરતથી ઉપડતી ટ્રેનોમાં અત્યારથી જ બુકિંગ હાઉસફૂલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. સુરતથી પસાર થતી તમામ ટ્રેનો અત્યારથી જ પેક થઈ ગઈ છે. આ ઉપરાંત નિયમિત અને એકસ્ટ્રા ટ્રેનોમાં પણ બુકિંગ ફૂલ થઈ ગયું છે.
તમામ ટ્રેનો ફૂલ થઈ જતાં વધુ ટ્રેન ફાળવવા લોકોએ માગ કરી
સુરતથી ઉત્તર ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં અત્યારથી જ બુકિંગ ફૂલ થઈ ગયું છે. પરપ્રાંતિય મુસાફરોએ અત્યારથી જ બુકિંગ કરાવી લીધું છે. જેના કારણે નિયમિત અને એકસ્ટ્રા ટ્રેનોમાં પણ બુકિંગ ફૂલ થઈ ગયું છે. માત્ર ચાર જ દિવસમાં તમામ ટ્રેનો પેક થઈ ગઈ છે. દિવાળી અને છઠ પૂજા માટે પરપ્રાંતિય લોકો પોતાના વતન તરફ જતા હોય છે. તમામ ટ્રેનો ફૂલ થઈ જતાં વધુ ટ્રેન ફાળવવા લોકોએ માગ કરી છે.
ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જવાનું વિચારી રહેલા લોકોની મુશ્કેલી યથાવત
દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જવાનું વિચારી રહેલા લોકોની મુશ્કેલી યથાવત રહી છે. નિયમિત ટ્રેનોમાં પણ અઠવાડિયા પહેલા બુકિંગ ફૂલ થઈ ગયું છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને રાહત આપવા માટે 15 જોડી ખાસ ટ્રેનો ડિસેમ્બર સુધી લંબાવી હતી. જેથી અંદાજે 22 હજાર વધારાની બેઠકોની વ્યવસ્થા થઈ હતી. પરંતુ હવે સ્થિતિ એવી છે કે, આ ટ્રેનો પણ ફૂલ થઈ ગઈ છે. 28 ઓગસ્ટથી આ ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે જ ટ્રેનો બુક થઈ ગઈ હતી. ઓક્ટોબરના દિવાળી સપ્તાહ અને છઠ પર ચાલતી બધી પ્રમુખ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ પણ નથી.
What's Your Reaction?






