Gujarat palika panchayat result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો સપાટો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ. આ ઉપરાંત 3 તાલુકા પંચાયત અને ખાલી પડેલ બેઠકો પર પાલિકાની ચૂંટણી યોજાઈ. આજે પાલિકા ચૂંટણીને લઈને તમામ બેઠકો પર મતગણતરી થઈ રહી છે. 9 વાગ્યા બાદ તમામ બેઠકો પર ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે.
અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ આગળ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં અત્યાર સુધી સામે આવેલ બેઠકોના પરિણામોમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ મેદાન મારી રહ્યું છે. મુખ્યમંત્રી ગઢ ઘાટલોડિયમાં પણ ભાજપ સતત આગળ ચાલી રહ્યું છે. હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1નું પરીણામ જાહેર થઈ ગયુ છે. ભાજપના 3 ઉમેદવારની જીત અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ.
અત્યાર સુધીના પરિણામ પર રાખો નજર
- સાણંદ નપામાં વોર્ડ નં. 1માં ભાજપનો વિજય
- ચલાલા નપામાં વોર્ડ નં.1માં ભાજપની પેનલનો વિજય
- માણસા વોર્ડનં.1માં ભાજપની પેનલનો વિજય
- કોડીનાર નપા વોર્ડનં.1માં ભાજપની જીત
- કોડીનાર નપા વોર્ડનં.2માં ભાજપની જીત
- હાલોલ વોર્ડમાં ભાજપની જીત
- સાબરકાંઠાના ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
- ચલાલા નગરપાલિકામાં ભાજપના 4 ઉમેદવારોની ભવ્ય જીત
- ગઢડા નગરપાલિકામાં ભાજપનો વિજય
- વોર્ડ નંબર 2ની મત ગણતરી શરૂ થઈ ગઈ
- ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો
- બીલીમોરા વોર્ડ નંબર 1 માં ભાજપ ની પેનલ નો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મહત્વ
ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારો સહિત સામાન્ય નાગરિકોમાં પણ વધુ જાગૃકતા જોવા મળી. અત્યાર સુધી મોટાભાગે ચૂંટણીને લઈને નાગરિકોમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીને મહત્વ આપતા હતા. પરંતુ આજે નાગરિકો પોતાના અધિકાર અને હકને લઈને વધુ જાગૃક થયા છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઉમેદવારો ચૂંટાયા બાદ પોતાના વિસ્તારનું પ્રતિનિધત્વ કરતા હોય છે. આ ઉમેદવારો પોતાના વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપતા રહે છે. સામાન્ય ભાષામાં કહીએ તો સ્થાનિકોની સમસ્યા અને સ્થાનિકોની મુશ્કેલીઓની રજૂઆત કરવા પાલિકા ચૂંટણીમાં ઉમેદવારને મત આપવામાં આવતા હોય છે.
રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 16 ફેબ્રુઆરીનાં રોજ ચૂંટણી યોજાઈ હતી અને આજે 18 ફેબ્રુઆરી 2025 નાં રોજ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે.
What's Your Reaction?






