Gujarat Palika Election 2025 : સુરેન્દ્રનગર જિલ્લામાં 11 વાગ્યા સુધી 9% મતદાન
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર / પેટા ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં થાનગઢ નગરપાલિકામાં 8 ટકા જેટલું મતદાન થયું છે.લીંબડી નગરપાલિકામાં વોર્ડ નં.૧માં ૨.૦૯ ટકા અને ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નં.૧માં ૪.૨૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે.થાનગઢ નગરપાલિકાની ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર મતદાન સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. થાનગઢ નગરપાલિકાની ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૧૭,૦૫૦ પુરુષો, ૧૫,૮૬૬ સ્ત્રીઓ એમ મળી કુલ ૩૨,૯૧૬ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં થયેલા મતદાન પર નજર કરીએ તો ૧૬૧૬ પુરુષો, ૮૩૬ સ્ત્રીઓ મળી કુલ ૨૪૫૨ લોકોએ ૭.૪૫ ટકા જેટલું મતદાન કર્યું છે. લીંબડી નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૨૪૩૧ પુરુષો, ૨૨૧૯ સ્ત્રીઓ એમ મળી કુલ ૪૬૫૦ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં ૭૩ પુરુષ અને ૨૪ સ્ત્રીઓ એમ મળી કુલ ૯૭ લોકોએ ૨.૦૯ ટકા મતદાન કર્યું છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૩૯૬૦ પુરુષો, ૩૬૩૧ સ્ત્રીઓ એમ મળી કુલ ૭૫૯૧ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં ૨૧૬ પુરુષ અને ૧૦૩ સ્ત્રીઓ એમ મળી કુલ ૩૧૯ લોકોએ ૪.૨૦ ટકા મતદાન કર્યું છે. કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર / પેટા ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં થાનગઢ નગરપાલિકામાં 8 ટકા જેટલું મતદાન થયું છે.લીંબડી નગરપાલિકામાં વોર્ડ નં.૧માં ૨.૦૯ ટકા અને ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નં.૧માં ૪.૨૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે.
થાનગઢ નગરપાલિકાની ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર મતદાન
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. થાનગઢ નગરપાલિકાની ૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૧૭,૦૫૦ પુરુષો, ૧૫,૮૬૬ સ્ત્રીઓ એમ મળી કુલ ૩૨,૯૧૬ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં થયેલા મતદાન પર નજર કરીએ તો ૧૬૧૬ પુરુષો, ૮૩૬ સ્ત્રીઓ મળી કુલ ૨૪૫૨ લોકોએ ૭.૪૫ ટકા જેટલું મતદાન કર્યું છે. લીંબડી નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૨૪૩૧ પુરુષો, ૨૨૧૯ સ્ત્રીઓ એમ મળી કુલ ૪૬૫૦ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં ૭૩ પુરુષ અને ૨૪ સ્ત્રીઓ એમ મળી કુલ ૯૭ લોકોએ ૨.૦૯ ટકા મતદાન કર્યું છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નં.૧માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ૩૯૬૦ પુરુષો, ૩૬૩૧ સ્ત્રીઓ એમ મળી કુલ ૭૫૯૧ લોકો પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. અત્યાર સુધીમાં ૨૧૬ પુરુષ અને ૧૦૩ સ્ત્રીઓ એમ મળી કુલ ૩૧૯ લોકોએ ૪.૨૦ ટકા મતદાન કર્યું છે.
કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર
એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.