આણંદ જિલ્લાના આંકલાવના કેશવનગરમાં અમિત ચાવડા અને તેમના પત્ની મતદાન કરવા માટે પહોંચ્યા હતા,આંકલાવ નપાની ચૂંટણીમાં પત્ની સાથે મતદાન કર્યુ હતુ.તો કેશવનગર મતદાન કેન્દ્ર પર મતદાન બાદ અમિત ચાવડાએ આપ્યું નિવેદન.ભાજપનું ગુજરાતમાં ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર વધારતું શાસન છે,લોકોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે,મતદારોને મતદાનથી વંચિત રાખવાના અનેક પેંતરા કર્યા છે.અમિત ચાવડાએ વધુમાં વધુ લોકોને મતદાન માટે કરી અપીલ.
આણંદની ત્રણ નગરપાલિકાની ચૂંટણી
આણંદ જિલ્લાની આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નંબર 4ની 1 બેઠકની પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓડ નગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાનમાં 15 મતદાન મથકો ઉપર 6766 પુરુષ મતદારો અને 6537 સ્ત્રી મતદારો મળીને કુલ 13,303 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આણંદની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 53.92 ટકા મતદાન થયું છે.
કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર
એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.