Gujarat News: સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં રાજ્યમાં 44 લાખ શૌચાલયોનું નિર્માણ, 11 હજાર બાયોગેસ પ્લાન્ટ બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે આ પરિષદમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૨ હેઠળ થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના અમલીકરણમાં ગુજરાત ટોચના રાજ્યો પૈકીનું એક બન્યું છે.SBM-Gના ફેઝ-2 હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 44 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સેગ્રીગેશન શેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું
રાઘવજી પટેલે કહ્યું હતું કે, પ્રવાહી કચરાના વ્યવસ્થાપન હેઠળ રાજ્યમાં આઠ હજારથી વધુ સામુદાયિક શૌચાલયો, ૫.૧૩ લાખથી વધુ વ્યક્તિગત સોક પીટ અને ૧.૩૬ લાખથી વધુ સામુદાયિક સોક પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે, ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજ્યના ૨૦,૨૬૦ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના વાહનોની સુવિધા પૂરી પાડવા સાથે ૧૧,૭૪૦ સેગ્રીગેશન શેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા
આ ઉપરાંત ગોબરધન યોજના હેઠળ રાજ્યમાં ૧૧,૨૨૩ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે,ગુજરાત રાજ્ય સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અને નિર્મળ ગુજરાત જેવી અન્ય યોજનાઓ સાથે જોડીને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે. ગુજરાતને FICCI તરફથી એવોર્ડ પ્રાપ્ત થયા
આ ઉપરાંત ગુજરાતના દરેક ગામના ઈ-વ્હીકલને GPS સિસ્ટમ સાથે જોડવા માટે સુરત મહાનગરપાલિકા સાથે હાલમાં પાઇલટ બેઝ પર કામ ચાલી રહ્યું છે.આ ઉપરાંત SBM-G હેઠળ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બનાવાયેલા બનાસકાંઠા જિલ્લાના વેડંચા મોડેલને CIPS અને FICCI એવોર્ડ તેમજ ગોબરધન યોજના માટે પણ ગુજરાતને FICCI તરફથી એવોર્ડ પ્રાપ્ત થયા છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૩ હેઠળ ગુજરાતના તથા ભારતના તમામ ગામોની સંપૂર્ણ સ્વચ્છતા સુનિશ્ચિત થશે.
What's Your Reaction?






