Gujarat News : સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 દરમિયાન 170+ સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રદર્શન, રાઉન્ડટેબલ કોન્ફરન્સ અને રોકાણકારોના પિચિંગ સત્રો યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત 23-24 સપ્ટેમ્બર 2025 દરમિયાન આયોજીત સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 અંતર્ગત દેશભરના સ્ટાર્ટઅપ્સ, ટોચના રોકાણકારો અને પોલિસી મેકર્સ એકત્ર થશે, સ્ટાર્ટઅપ્સથી યુનિકોર્ન સુધી: નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનો થશે સમન્વય, સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 દરમિયાન 170+ સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રદર્શન, રાઉન્ડટેબલ કોન્ફરન્સ અને રોકાણકારોના પિચિંગ સત્રો યોજાશે.
દેશભરના અગ્રણી હિસ્સેદારો એક જ મંચ પર ભેગા થવાની સંભાવના છે
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૩ની શાનદાર સફળતાના આધારે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવનાર છે. આ બે દિવસીય કાર્યક્રમ દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ને ઉજાગર કરતો એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે, જ્યાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ, 5000 ઇનોવેટર્સ, 100થી વધુ ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ, 50થી વધારે વેન્ચર ફંડ્સ અને દેશભરના અગ્રણી હિસ્સેદારો એક જ મંચ પર ભેગા થવાની સંભાવના છે.
20થી વધુ રાજ્યોના 170 થી વધુ અગ્રણી સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન યોજાશે
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 નવીનતા અને સહકારને વેગ આપવા માટે રચાયેલ વિવિધ કાર્યક્રમોનું વૈવિધ્યસભર સંકલન સાબિત થશે. આ ભવ્ય કૉન્કલેવમાં યોજાનારા ઇન્વેસ્ટર પિચિંગ સેશનમાં પચાસથી વધુ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને અનેક સમાંતર ટ્રેક પર ટોચના રોકાણકારો સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની તક મળશે, જેના કારણે અંદાજે રૂ.250 કરોડ જેટલું અભૂતપૂર્વ ભંડોળ મેળવવાના માર્ગ ખુલશે. ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં આ કોન્ક્લેવમાં પ્લેનરી સેશન્સ, ઇન્વેસ્ટર પિચિંગ રાઉન્ડ્સ, યુનિકોર્ન રાઉન્ડટેબલ કૉન્ફરન્સ તથા 20 થી વધુ રાજ્યોના 170 થી વધુ અગ્રણી સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન યોજાશે. તેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, MeitY અને iDEX દ્વારા પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ થશે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે. વિવિધ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ફંડિંગ ચેક પણ આપવામાં આવશે
આ સ્ટાર્ટઅપ્સ સંરક્ષણ, એરોસ્પેસ, આરોગ્ય, ટેક્નોલોજી, કૃષિ, સ્વચ્છ ઊર્જા, ડીપ ટેક અને સામાજિક અસર જેવા અગત્યના ક્ષેત્રોમાં સ્વદેશી નવીનતાઓ રજૂ કરશે, જે ભારતની ઉદ્યોગસાહસિક સફરને નવી દિશા અને ગતિ આપશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 23 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ કોફી ટેબલ બુક, NEP-2020 ડેશબોર્ડ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કમ્પેન્ડિયમનું લોન્ચિંગ થશે. ઉપરાંતમાં આ કાર્યક્રમ દરમ્યાન રાજ્ય સરકાર અંતર્ગતની વિવિધ સંસ્થાઓ અને વિવિધ રોકાણકારો તથા નાણાકીય સંસ્થાઓ વચ્ચે સ્ટાર્ટ અપ તેમજ ઉદ્યોગસાહસિક્તા ને ઉત્તેજન મળે તેવા પ્રયાસો માટે MoU પર હસ્તાક્ષર અને લેટર્સ ઓફ ઇન્ટેન્ટ (LoI)નું વિતરણ તેમજ વિવિધ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ફંડિંગ ચેક પણ આપવામાં આવશે. ઉદ્યોગસાહસિકતા અને નવીનતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દિશા પણ નકકી કરશે
કૉન્કલેવના જ ભાગ રૂપે આયોજીત વિવિધ પ્લેનરી સેશન્સમાં દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આકાર આપતા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર વિચારવિમર્શ થવાનો છે. આ સત્રોમાં સનરાઇઝ સેક્ટર જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં ઊભરતી તકો, ભારતના યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સફર અને મેળવેલ સફળતા, મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અને દેશમાં થયેલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા વિષયો પર ઊંડાણપૂર્વકની ચર્ચા યોજાશે. આ સંવાદ ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ ને માત્ર નવા વિચારો માટે જ પ્રોત્સાહિત નહીં કરે, પરંતુ દેશના ઉદ્યોગસાહસિકતા અને નવીનતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દિશા પણ નકકી કરશે. સ્ટાર્ટઅપ્સ પોતાના ભંડોળ સંબંધિત પ્રસ્તાવોને લક્ષિત રોકાણકારો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી શકે
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025ના ભાગરૂપે i-Hub ગુજરાત દ્વારા ખાસ ઇન્વેસ્ટર પિચિંગ સેશન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સ્ટાર્ટઅપ્સને દેશભરના અગ્રણી રોકાણકારો સમક્ષ પોતાનાં વિચારો રજૂ કરવાની અને ખાનગી રોકાણ મેળવવાની અનોખી તક પૂરી પાડશે. વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સે ફંડિંગ મેળવવા, રોકાણકારોની માર્ગદર્શન મેળવવા અને પોતાના વ્યવસાયના વિકાસને વેગ આપવા માટે આ તકનો લાભ લેવા અરજી કરી છે. આ તમામ અરજીઓ i-Hub પોર્ટલ મારફતે સ્વીકારવામાં આવી હતી, જેમાં સ્ટાર્ટઅપ્સે પોતાના કાર્યક્ષેત્ર અને મૂડીની આવશ્યકતાઓને આધારે વિવિધ વેન્ચર ફંડ્સ સમક્ષ પિચિંગ કરવાની ઇચ્છા દર્શાવી હતી. i-Hub દ્વારા યોગ્યતા ચકાસણી પછી પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સ માટે વર્ચ્યુઅલ પિચિંગ સત્રો યોજાયા, જેના આધારે વિવિધ વેન્ચર ફંડ્સે પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સને રૂ.150 કરોડના ઇન્ટેન્ટ લેટર અને નાણાકીય પ્રતિબદ્ધતા આપી છે. વધુ સમાન તકો પૂરી પાડવા માટે, આ સ્ટાર્ટઅપ્સને સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 દરમિયાન પચાસથી વધુ વેન્ચર ફંડ્સ સમક્ષ લાઈવ પિચિંગ કરવાની તક મળશે. ઇન્વેસ્ટર પિચિંગ સેશન્સ ક્ષેત્રવાર ગોઠવવામાં આવશે, જેથી ચોક્કસ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સ પોતાના ભંડોળ સંબંધિત પ્રસ્તાવોને લક્ષિત રોકાણકારો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી શકે. માર્ગદર્શન અને ગો-ટુ-માર્કેટ સપોર્ટ આપી શકે
કોન્ક્લેવ દરમ્યાન આયોજીત સ્ટાર્ટઅપ એક્ઝિબિશન એ આ બે દિવસીય કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ બની રહેશે, જેનો હેતુ દેશભરના પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સને એક જ મંચ પર લાવી, નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગ આગેવાનો, રોકાણકારો અને શિક્ષણવિદો સમક્ષ તેમની નવીનતાઓ રજૂ કરવાની તક પૂરી પાડવાનો છે. આ એક્ઝિબિશન દરમ્યાન વિવિધ ઉદ્યોગ મંડળોના પ્રમુખો, રોકાણકારો, વિવિધ ક્ષેત્રો ના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એનેબલર્સ અને ઉદ્યોગ માર્ગદર્શકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી તેઓ પ્રદર્શનમાં ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સને B2B મેન્ટરશિપ, માર્ગદર્શન અને ગો-ટુ-માર્કેટ સપોર્ટ આપી શકે. ગુજરાત સરકાર અને ભારત સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓને પણ આ એક્ઝિબિશનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી તેઓ સ્ટાર્ટઅપ્સ સાથે સીધી ચર્ચા કરીને સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનો અને સહાય યોજનાઓ અંગે માહિતગાર કરી શકે. ઉદયમાન ક્ષેત્રોમાં ગુજરાતની એન્ટરપ્રેન્યોરશિપ ક્ષમતા પણ આ પ્રદર્શનમાં પ્રભાવી રીતે જોવા મળશે
શિક્ષણ વિભાગ આ એક્ઝિબિશનમાં એક વિશિષ્ટ થીમ પેવેલિયન પણ રજૂ કરશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવતા વિવિધ સપોર્ટ સિસ્ટમ્સનું પ્રદર્શન કરવામાં આવશે. કોન્ક્લેવ દરમ્યાન આયોજિત પ્રદર્શનને થીમેટિક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય સુરક્ષા, અવકાશ, આધુનિક મેડિકલ ઉપકરણો, ટકાઉ કૃષિ, નવીનીકરણીય ઊર્જા, AI ઓટોમેશન અને સર્વસમાવેશી ટેકનોલોજીમાં ભારતની પ્રગતિને હાઇલાઇટ કરે છે. નીતિ, ફંડિંગ અને ઇનોવેશન વચ્ચેના સહકારને દર્શાવતા આ પ્રદર્શનમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, iDEX, MeitY સ્ટાર્ટઅપ હબ, IN-SPACe, GVFL અને GIFT સિટી જેવા ફ્લેગશિપ પ્લેટફોર્મ દ્વારા સપોર્ટ મેળવેલ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. વિદ્યુત વાહન, એગ્રીટેક, AR/VR, સેમીકન્ડક્ટર્સ, એરોસ્પેસ, ડ્રોન્સ, ગ્રીન હાઇડ્રોજન અને ફિનટેક જેવા ઉદયમાન ક્ષેત્રોમાં ગુજરાતની એન્ટરપ્રેન્યોરશિપ ક્ષમતા પણ આ પ્રદર્શનમાં પ્રભાવી રીતે જોવા મળશે. આગામી દાયકામાં ઇનોવેશન-આધારિત વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવશે
તદુપરાંત, મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આયોજિત વિશેષ યુનિકોર્ન રાઉન્ડટેબલ કોન્ફરન્સ સ્ટાર્ટઅપ ક્ષેત્રના ભવિષ્યને ઘડવા માટે નીતિ નિર્માતાઓ, યુનિકોર્ન સ્થાપકો, રોકાણકારો અને ઉદ્યોગના નેતાઓને એક મંચ પર એકત્ર કરશે. વધુમાં, કોન્ક્લેવ દરમ્યાન આયોજીત પૂર્વનિર્ધારિત B2B નેટવર્કિંગ સત્રો સ્ટાર્ટઅપ્સને કોર્પોરેટ્સ, રોકાણકારો અને ઉદ્યોગ માર્ગદર્શકો સાથે જોડશે, જેમાં સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી અને બજારમાં પ્રવેશના અવસરો ખુલ્લા થશે. આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૫ એ ભારતના ઉદ્યોગસાહસિકતાના જુસ્સાની ભવ્ય ઉજવણી બની રહેશે, જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તકોનું નિર્માણ કરશે, ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને ભારતને વૈશ્વિક ઇનોવેશન પાવરહાઉસ બનવા તરફ આગળ ધપાવશે. આ કોન્ક્લેવનો સમાપન સમારોહ ૨૪મી સપ્ટેમ્બરે યોજાશે, જેમાં ભારતની સ્ટાર્ટઅપ યાત્રા પર મંથન કરવામાં આવશે અને આગામી દાયકામાં ઇનોવેશન-આધારિત વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવશે. સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫ નો સારાંશ
સહભાગીઓ:
* સ્ટાર્ટઅપ્સ: લગભગ ૧૦૦૦
* રોકાણકારો: ૭૫
* ઇનોવેટર્સ: લગભગ ૪૦૦૦
* માર્ગદર્શકો: ૧૦૦
* રાષ્ટ્રીય વક્તાઓ: ૫૦
* યુનિકોર્ન: ૭ (ભારતપે, અપના, હોમલેન, શેરચેટ, ઇઝમાયટ્રીપ, રેઝરપે, કારદેખો) B2B મીટિંગ્સ:
* સ્ટાર્ટઅપ્સ માટે રોકાણકારો:
* સ્ટાર્ટઅપ્સ માટે માર્ગદર્શકો:
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા ગુજરાત સરકારના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ કરશે. અપેક્ષિત પરિણામ:
* સ્ટાર્ટઅપ્સ માટે આશરે રૂ. ૨૫૦ કરોડના લેટર ઓફ ઇન્ટેન્ટ અને નાણાકીય પ્રતિબદ્ધતા
* એમઓયુની સંખ્યા: ૫૦
* પ્રદર્શકો: ૧૭૦
What's Your Reaction?






