Gujarat News: ફિશિંગ માટે ગયેલી વેરાવળની બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી, ખલાસીઓને બચાવી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ત્યારે વેરાવળની ફિશિંગ બોટની દરિયામાં જળસમાધિ થઈ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના દરિયામાં બોટ ડૂબી જતાં તેમાં રહેલા ખલાસીઓને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવાયા હતા.
ખલાસીઓને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવાયા
વેરાવળની પદ્માણી 10 નામની ફિશિંગ બોટ મહારાષ્ટ્રના દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. 19 ઓગસ્ટે મહારાષ્ટ્રના દરિયામાં બોટ ડૂબી ગઈ હતી. આ બોટમાં રહેલા ખલાસીઓને અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવી લેવાયા હતાં. ફિશિંગ બોટની જળસમાધીનો વીડિયો વાયરલ થયો હતો. ભીડીયા બંદરની પદ્માણી-10 નામની બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. આ ફિશિંગ બોટ શામજી સાકર પાંજરીની માલિકીની હોવાનું સામે આવ્યું છે.
19 ઓગસ્ટે મહારાષ્ટ્રના દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી
આ બોટ વેરાવળથી 18 ઓગસ્ટે ફિશિંગ માટે ગઈ હતી અને 19 ઓગસ્ટે મહારાષ્ટ્રના દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. બોટના માલિકને આ ઘટના અંગે ગઈ કાલે જાણ કરાઈ હતી. આ બોટ માછીમાર પરિવારની આજીવીકાનું એક માત્ર સાધન હતી. આ બોટ પાછળ 7 લાખનું ડીઝલ, કરિયાણું અને બરફનો ખર્ચ થતો હોય છે. 45 લાખની કિંમતની ફિશિંગ બોટ ગરકાવ થતાં 55 લાખની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
What's Your Reaction?






