Gujarat News: ગીર સોમનાથમાં પાક નુકસાનીનો તાગ મેળવવા ગયેલા મંત્રીના વોટરપ્રૂફ બુટ પર વિવાદ, ભાજપ કોંગ્રેસ આમને સામને

Oct 29, 2025 - 18:00
Gujarat News: ગીર સોમનાથમાં પાક નુકસાનીનો તાગ મેળવવા ગયેલા મંત્રીના વોટરપ્રૂફ બુટ પર વિવાદ, ભાજપ કોંગ્રેસ આમને સામને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં થયેલા માવઠામાં કૃષિને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનો ઉભો પાક ખરાબ થઈ ગયો છે. ત્યારે મુખ્યમંત્રીએ કેટલાક મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે જવાની સૂચના આપી હતી. ત્યાર બાદ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમ્ન વાજા ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે ગયા હતાં. આ દરમિયાન મંત્રી પ્રદ્યુમ્ન વાજાના વોટરપ્રૂફ બુટ વધારે ચર્ચામાં આવ્યા હતાં.

મંત્રીના વોટર પ્રૂફ બુટ પર વિવાદ

ગીર સોમનાથમાં માવઠાને કારણે થયેલા પાક નુકસાનીના સરવે દરમિયાન મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ પહેરેલા ઘૂંટણ સુધીના ઉંચા વોલ બૂટ પર સવાલો ઉભા થયા હતાં. મંત્રીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ આકરી ટીકાઓ શરૂ કરી હતી. સુત્રોએ એવું જણાવ્યું હતું કે, મંત્રી પ્રદ્યુમ્ન વાજા એક ડોક્ટર છે અને તેમના પગમાં ઈન્ફેક્શન થયું હોવાથી પગ પાણીમાં પલળે નહીં અને ઈન્ફેક્શન વધુ ના ફેલાય તેની સેફ્ટી માટે તેમણે આ બુટ પહેર્યા હતાં.

મંત્રીના બુટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતાં. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના મંત્રીઓ કપડાં પર દાગ ના પડે તેની ચિંતા કરે છે. તેઓ ઘોડે સરવારી કરવાની હોય તેમ ગમ બુટ પહેરીને ફરે છે. પાક નુકસાની કરતાં ફોટો સારો આવે તેનું ધ્યાન રાખે છે. કોંગ્રેસના આ સવાલો પર કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસે સરવે દરમિયાન સવાલો ઉઠાવ્યા છે. તેમના સમયમાં શું હતું અને શું આપ્યું તે બધાને ખબર છે. જો ખરેખર કંઈ કર્યું હોત તો 30 વર્ષ સુધી શાસનની બહાર ના હોત.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0