Rajkot News: લોક મેળાની રાઈડ્સનું ફિટનેસ સર્ટી આપવા ઈજનેરોએ 50 હજારની લાંચ માંગી, ACBએ ત્રણ લાંચિયાઓની ધરપકડ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં બે ઈજનેરને 50 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે. લોક મેળામાં ફિટનેસનું સર્ટિફિકેટ આપવા લાંચ માગી હતી. એસીબીએ લાંચના ગુનામાં બે ઈજનેર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રકઝકના અંતે 50 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું
ફરીયાદીએ ભાગીદારીમાં સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં યાંત્રીક રાઇડસનો ધંધો કરતા હોવાથી અને અગાઉ ફરીયાદીએ ભાગીદારીમાં રણુજા ખાતેના લોકમેળામાં યાંત્રીક ચકડોળ (રાઇડસ)નો ધંધો કર્યો ત્યારે બે ઈજનેરો ચેકિંગમાં ગયેલા ત્યારે ફરીયાદીને યાંત્રીક ચકડોળનુ ફીટનેસ સર્ટી આપવા માટે એક લાખ રૂપિયાની લાંચ આપવા કહ્યું હતું. ત્યાર બાદ રકઝકના અંતે 50 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ACBએ ત્રણ લાંચિયાઓની ધરપકડ કરી
ફરિયાદી આ રકમ આપવા માંગતા નહીં હોવાથી તેમણે મોરબી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદીની ફરિયાદ બાદ આરોપીઓને પકડવા માટે છટકુ ગોઠવ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ અન્ય વ્યક્તિને આપવાનું કહેતા તેણે ફરિયાદી પાસેથી 50 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. જેથી કાર્યપાલક ઈજનેર પિયુષ બાંભરોલીયા અને નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ રાઠોડ સહિત એક અન્ય આરોપીની એસીબીએ ધરપકડ કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

