Dwarka : અંગત અદાવતમાં યુવક પર છરી વડે હુમલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરમાં અગાઉ માથાકુટના મન દુઃખનો ખાર રાખીને 2 શખ્સો અમન નાયક નામના 20 વર્ષિય યુવક પર છરી વડે હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મુત્યુ નિપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો, પોલીસે ફરિયાદના આધારે 2 આરોપીને દબોચી લીધા છે.
લોહી લોહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
જામ ખંભાળિયામાં શહેરમાં ઢસડીયા પીરની દરગાહ સામે થોડા દિવસો પહેલા જુના મન દુઃખમાં આસીફ હબીબ જુણેજા અને તારીફ હબીબા જુણેજા નામના યુવકોને અમન અબ્દુલ નાયક નામના યુવક સાથે અગાઉ માથાકુટનું મન દુઃખ ચાલતું હતું, જેથી બંને યુવકોએ શહેરમાં ઢસડીયા પીરની દરગાહ સામે અમન નાયક ઉપર છરી વડે હુમલો કરીને ડાબી આંખના ભાગે છરીના ઘા મારી અને માથું દીવાલ સાથે અથડાવતા અમન નાયકને ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લોહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બંને શખ્સોની પોલીસે કરી ધરપકડ
ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા આ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો, ભોગ બનનાર અમન નાયકને અગાઉ આસિફ હબીબ જુણેજા સાથે માથાકુટ થઈ હતી. જેનું મન દુઃખ રાખી બંને શખ્સોએ કાવતરૂ રચીને અમન નાયક પર હુમલો કર્યો હતો, પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ આસિફ હબીબ જુણેજા અને તારીફ હબીબી જુણેજા નામના યવકો વિરુદ્ધ મૃતકના પિતા અબ્દુલભાઈ નાયકની ફરિયાદના આધારે જામ ખંભાળિયા પોલીસે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને માનવ સ્રોતોની મદદથી કરવામાં આવેલી તપાસ બાદ પોલીસે આસિફ હબીબ (ઉ.વ. 21) અને તારીફ હબીબી જુણેજા (ઉ.વ. 27) નામના બંને શખ્સોની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

