Gujarat Rain : માવઠાના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરી રાહત પેકેજ જાહેર કરાશે

Oct 29, 2025 - 18:00
Gujarat Rain : માવઠાના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરી રાહત પેકેજ જાહેર કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને મહેનત પાણીમાં જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી છે કે માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે અને સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરાશે

 માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતોએ આર્થિક નુકશાનનું પુરતું અને યોગ્ય વળતર મળે તેવી માગ કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે માવઠાની નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરાશે અને સર્વે પૂર્ણ થયા બાદ રાહત પેકેજ જાહેર કરાશે

10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પામ્યો

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે અને અંદાજે 10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પામ્યો છે. ઘણા વર્ષો બાદ આ સમયે માવઠું થયું છયું છે. સોયાબીન, શેરડી, તુવેરના પાકમાં નુકસાન

તેમણે કહ્યું કે મંત્રીઓને અલગ-અલગ વિસ્તારની જવાબદારી સોંપી છે અને તમામ જિલ્લામાં રિયલ ટાઇમ મોનિટરિંગ થઇ રહ્યું છે. સોયાબીન, શેરડી, તુવેરના પાકમાં નુકસાન થયું છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની પડખે ઉભી છે બધા માટે સરકાર ઊભી છે

તેમણે કહ્યું કે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ છે. જેથી અધિકારીને આદેશ આપ્યા છે. તમામને એલર્ટ કર્યા છે. તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરીંગ થઈ રહ્યું છે. જ્યાં જ્યાં મુશ્કેલી છે, નુકસાન છે, ખેડૂત છે તે બધા માટે સરકાર ઊભી છે અને સરકાર નિર્ણય પણ કરશે. ખેડૂતોના ખમીરને અભિનંદન આપીએ છીએ. ભગવાન ને પ્રાર્થના કે સૌના સહકાર અને સહયોગથી ખેડૂતોને બેઠા કરવાના ભાગરૂપે વિભાગોને આદેશ આપ્યા છે. જ્યાં વરસાદ પડ્યો છે અને માહિતી નથી મળી તે વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવશે

તેમણે કહ્યું કે જ્યાં વરસાદ પડ્યો છે અને માહિતી નથી મળી તે વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવશે. 7 દિવસમાં ટેક્નોલોજીના માધ્યમથી સર્વે પૂરા કરવા આદેશ આપ્યા છે. ટેક્નોલોજીમાં તકલીફ આવે તો ફિઝીકલ ટીમ પણ તેમાં મદદ કરશે અને સર્વે કરશે. માવઠું થયું છતાં અનેક પાક (ડુંગળી, કપાસ વગેરે) જે ઊભા છે તેને નુકસાન ન થાય અને શું કરવું જોઈએ ? કઈ દવાનો ઉપયોગ કરવો તે માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવશે. સર્વે કરી એને પેકેજ જાહેર કરવામાં આવશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0