Gujarat News: Tapiમાં કાર ચાલકની બેદરકારી, જાહેર માર્ગ પર કાર કરી પાર્ક

Jun 2, 2025 - 18:00
Gujarat News: Tapiમાં કાર ચાલકની બેદરકારી, જાહેર માર્ગ પર કાર કરી પાર્ક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લાના વ્યારામાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યારાના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ મામલે કાર ચાલકને આસપાસના લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જાહેર માર્ગ પર કાર પાર્ક કરવામાં આવી હતી. જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એસટી બસ સ્ટેન્ડ નાનું હોવાથી બસની અવરજવરમાં તકલીફ પેદા થઇ રહી હતી. આ મુશ્કેલીના કારણે બસનું ટાઇમટેબલ ખોરવાયુ હતુ. અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

કાર ચાલકની બેદરકારી

વ્યારાના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ મામલે બેદરકાર કાર ચાલકને લોકોએ મેથીપાક આપ્યો હતો. બેદરકાર કાર ચાલક રોડ પર કાર પાર્કિંગ કરીને અન્ય સ્થળે જતો રહ્યો હતો. આ કાર પાર્કિંગના કારણે વાહનોની અવરજવર અટકી રહી હતી. અને મુશ્કેલી પેદા થઇ રહી હતી. એસટી બસ સ્ટેન્ડ નાનુ હોવાથી તેના ટાઇમ ટેબલમાં વિઘ્ન પેદા થઇ રહ્યુ હતુ. થોડા સમય બાદ કાર ચાલક આવતા ઉશ્કેરાયેલા લોકોએ તેને મેથીપાક આપ્યો હતો.

જાહેર માર્ગ પર કાર પાર્કિંગ પડી ભારે

વાહન ચાલકો જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરે છે. ત્યારે તે મુશ્કેલીઓ જ પેદા થાય છે. અને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. તાપીના વ્યારામાં બનેલો આ કિસ્સો તેનું ઉદાહરણ છે. જાહેર માર્ગ વાહન ચાલકો અને પ્રવાસીઓ માટે બનેલા છે. વાહન પાર્ક માટે અલગથી જગ્યા ફાળવવામાં આવે છે. ત્યારે પોતાની કોઠાસુઝ વાપરીને વાહન ચાલક તરીકે નિયમોનું પાલન કરીને અન્ય લોકો માટે મમદરૂપ થવુ એ આપણી ઓળખ છે. પરંતુ રોડ પર કાર પાર્ક કરતા ટ્રાફિકજામ સર્જાયો હતો અને ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કાર ચાલકને માર માર્યો હતો.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0